Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ, 15 દિવસમાં દેખાશે અસર

Weight Loss: વજનમાં વધારો થવાની શરૂઆત થઈ હોય ત્યારે જ આહારમાં જો કેટલાક ફેરફાર કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઝડપથી નિયંત્રણમાં રાખી શકે છે. આજે તમને આવી જ 3 વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે રાત્રે ભોજનમાં લેવાનું રાખશો તો 15 દિવસમાં જ વધેલું વજન ઘટવા લાગશે. 15 દિવસમાં વજન કાંટો ઉપરને બદલે નીચે જવા લાગશે. 
 

Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ, 15 દિવસમાં દેખાશે અસર

Weight Loss: લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખોરાકના કારણે લોકોમાં વજન વધવાની સમસ્યા વધી રહી છે. એકવાર જો વજન હદ કરતાં વધી જાય તો પછી તેને ઘટાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. પરંતુ જ્યારે વજનમાં વધારો થવાની શરૂઆત થઈ હોય ત્યારે જ આહારમાં જો કેટલાક ફેરફાર કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઝડપથી નિયંત્રણમાં રાખી શકે છે. આજે તમને આવી જ 3 વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે રાત્રે ભોજનમાં લેવાનું રાખશો તો 15 દિવસમાં જ વધેલું વજન ઘટવા લાગશે. 15 દિવસમાં વજન કાંટો ઉપરને બદલે નીચે જવા લાગશે. 

વજન ઘટાડવા રાત્રે ભોજનમાં લેવી આ વસ્તુઓ

આ પણ વાંચો:

રાજમા પલાળવાનું ભુલી જાવ તો ટેન્શન ન લેવું, સોપારીની મદદથી તુરંત બફાઈ જશે રાજમા

Upperlips Hair: અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ

Skin Care: જાણો એવા ત્રણ શાકભાજી વિશે જેના રસથી 10 મિનિટમાં ચમકી જાય છે ચહેરો
 
સોયાબીન 

જો તમે ડિનરમાં સોયાબીનમાંથી બનેલી વાનગીઓ ખાવાનું રાખો છો તો વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સોયાબીન હાઈ પ્રોટીન ફુડ છે જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.  જેના કારણે પેટ પણ ભરેલું રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.  

ઉપમા 

ઉપમા પચવામાં હળવી અને હેલ્ધી વાનગી છે. તે ખૂબ ઓછા સમયમાં બની જાય છે અને તે સ્વાદિષ્ટ પણ હોય છે. રાત્રે ઉપમા ખાવાથી પેટ અને કમર પર જામેલી વધારાની ચરબી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આમ પણ રાત્રે હળવો ખોરાક લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

બાજરીની ખીચડી

જો તમે ઈચ્છો તો ડિનરમાં બાજરીની ખીચડી પણ ખાઈ શકો છો. જેમાં બાજરી અને અન્ય શાકભાજી પણ મિક્સ કરી શકાય છે. તમે તેમાં કઠોળ પણ ઉમેરી શકો છો. આ ખીચડી ખાવાથી શરીરની વધેલી ચરબી ધીમે ધીમે આપોઆપ ઓછી થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More