Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Growth Tips: આ દેશી નુસખા અજમાવશો તો કમર સુધી લાંબા વાળ થઈ જશે 30 જ દિવસમાં...

Hair Growth Tips: પ્રદૂષણ, પોષણનો અભાવ અને સ્ટ્રેસના કારણે મહિલાઓને ખરતાં વાળની સમસ્યા વધારે સતાવે છે. આવી સ્થિતિમાં વાળ ઝડપથી લાંબા થતા નથી. અને જો વાળ લાંબા થાય તો તે પાતળા લાગે છે. જો આ સમસ્યા તમારી પણ હોય તો આજે તમને એક જોરદાર દેશી નુસખો જણાવીએ. આ નુસખો અજમાવશો તો તમારા વાળ કમર સુધી લાંબા 30 દિવસમાં થઈ જશે.

Hair Growth Tips: આ દેશી નુસખા અજમાવશો તો કમર સુધી લાંબા વાળ થઈ જશે 30 જ દિવસમાં...

Hair Growth Tips: કઈ યુવતીને કમર સુધી લાંબા વાળ હોય તેવી ઈચ્છા ન હોય ? પરંતુ પ્રદૂષણ, પોષણનો અભાવ અને સ્ટ્રેસના કારણે મહિલાઓને ખરતાં વાળની સમસ્યા વધારે સતાવે છે. આવી સ્થિતિમાં વાળ ઝડપથી લાંબા થતા નથી. અને જો વાળ લાંબા થાય તો તે પાતળા લાગે છે. જો આ સમસ્યા તમારી પણ હોય તો આજે તમને એક જોરદાર દેશી નુસખો જણાવીએ. આ નુસખો અજમાવશો તો તમારા વાળ કમર સુધી લાંબા 30 દિવસમાં થઈ જશે. આ ઉપાય કરવાથી વાળ ઝાડા અને કાળા પણ થાય છે. 

વાળને લાંબા કરતું હેર માસ્ક

આ પણ વાંચો:

સ્ટીલના વાસણમાં ભોજન બનાવતી વખતે આ વાતનું નહીં રાખો ધ્યાન તો ભોજન બની જશે 'ઝેર' સમાન

Cleaning Hacks:લોખંડના તવાનો ઉપયોગ કર્યા બાદ આ રીતે કરો સાફ, 10 મિનિટમાં થઈ જશે સફાઈ

સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને માથામાં કરો ઉપયોગ, ખરતાં વાળ અને ડેન્ડ્રફ થશે દુર

હેર માસ્ક બનાવવાની સામગ્રી

એક ઈંડું 
એક કપ કાચું દૂધ 
એક ચમચી નારિયેળ તેલ 
અડધો કપ ગાજરનો રસ
એક ચમચી મધ

માસ્ક બનાવવાની રીત

એક બાઉલમાં એક ઈંડું તોડી તેનો પીળો ભાગ અલગ કરો. પીળા ભાગને વાળમાં લગાવવાથી વાળમાંથી દુર્ગંધ આવે છે અને તેને કાઢવું પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી વાળમાં ફક્ત સફેદ ભાગનો ઉપયોગ કરવો. ત્યારબાદ તેમાં નારિયેળ તેલ, ગાજરનો રસ, મધ અને દૂધ મિક્સ કરો. આ હેર માસ્કને વાળમાં કોમ્બ કરતાં કરતાં લગાવો. આ માસ્કને વાળમાં 1 કલાક રાખો. ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ લો.
 
હેર માસ્ક લગાવવાના ફાયદા

આ હેર માસ્ક લગાડવાથી વાળને પ્રોટીન મળે છે અને વાળનો ગ્રોથ ઝડપી થાય છે. તેનાથી વાળ સોફ્ટ અને શાઈની થશે અને વાળમાં ચમક આવશે. એટલું જ નહીં વાળ પણ ઘટ્ટ અને મજબૂત બનશે.

 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More