Home> LifeStyle
Advertisement
Prev
Next

વાળને સોફ્ટ બનાવવાના ચક્કરમાં વધારે લગાડશો કન્ડિશનર તો થશે નુકસાન...

Hair Care: વાળને કન્ડિશનર લગાવતી વખતે મોટા ભાગના લોકો આ ભુલ કરે છે. ઘણા લોકો વધારે પડતું કન્ડિશનર લગાવે છે અને કેટલાક લોકો વાળ સોફ્ટ થશે તેવું માની લાંબા સમય સુધી વાળમાં કન્ડિશનર લગાવી રાખે છે. તેનાથી વાળ ખરાબ થાય છે. તેથી એ જાણવું જરૂરી છે કે વાળમાં કન્ડિશનર કેવી રીતે લગાવવું

વાળને સોફ્ટ બનાવવાના ચક્કરમાં વધારે લગાડશો કન્ડિશનર તો થશે નુકસાન...

Hair Care: વાળને શેમ્પુથી ધોયા પછી સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેના ઉપર કન્ડિશનર લગાડવાની સલાહ આપે છે. કન્ડિશનર લગાડવાથી વાળ સોફ્ટ અને શાઈની થઈ જાય છે. પરંતુ ઘણા લોકો વાળને સોફ્ટ બનાવવાના ચક્કરમાં વધારે પડતું કન્ડિશનર લગાડી લે છે અને પરિણામે તેમના વાળને નુકસાન થવા લાગે છે. કોઈપણ વસ્તુનો વધારે ઉપયોગ થાય તો તે નુકસાન જ કરે છે. વાળમાં વધારે પડતું કન્ડિશનર લગાડવાથી અનેક સમસ્યાઓ થઈ જાય છે. તો આજે તમને જણાવીએ કે વાળમાં વધારે પડતું કન્ડિશનર લગાડવાથી વાળ ઉપર કેવી અસર થાય છે. 

વાળમાં કેટલું લગાડવું કન્ડિશનર ? 

આ પણ વાંચો:

રોજ પીવાનું રાખો આ જ્યૂસ તો નહીં રહે કબજિયાતની તકલીફ, તુરંત થશે અસર

આ વસ્તુઓ ખાવાથી ખૂબ જ થાય છે Hair Fall, ખાતા હોય તો આજથી જ બદલો આદત

યાદશક્તિ હોય નબળી તો રોજ સવારે ખાલી પેટ ખાવાનું શરુ કરો આ Memory Booster વસ્તુઓ

વાળની લેન્થ પ્રમાણે કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. કન્ડિશનર લગાડતી વખતે એવા ધ્યાનમાં રાખવું જોઈએ કે વાળ ભીના હોય. ભીનાવાડમાં ઓછું કન્ડિશનર પણ બધા જ વાળને કવર કરી લે છે. વાળમાં કન્ડિશનર ઓછું પણ નહીં અને વધારે પણ નહીં તે રીતે લગાડવું જેમાં બધા જ વાળ કવર થઈ જાય. 

કેવી રીતે જાણવું વાળમાં કન્ડિશનર વધારે છે ? 

કન્ડિશનર લગાડતી વખતે તમે વાળમાં હાથ ફેરવો અને તમારા હાથ ઉપર પણ કંડીશનર લાગી જતું હોય અને વાળ ધોયા પછી પણ જો વાળ ચીકણા લાગતા હોય તો સમજી લેજો કે તમે વાળમાં કન્ડિશનર વધારે લગાડી દીધું છે. જો તમે નિયમિત રીતે વાળમાં વધારે કન્ડિશનર લગાડો છો તો ચોક્કસથી તમારા વાળ ફ્લેટ અને ગ્રીસી દેખાવા લાગશે. વાળમાં નેચરલ બાઉન્સ રહેતો નથી.

વાળમાં કન્ડિશનર કેવી રીતે લગાડવું ? 

વાળમાં કન્ડિશનર લગાડવાની સૌથી બેસ્ટ રીત છે કે વાળ જ્યારે ભીના હોય ત્યારે વાળમાં કન્ડિશનર લગાડવું. કન્ડિશનરને પાંચ જ મિનિટ માટે વાળમાં રહેવા દો અને પછી વાળને વોશ કરી લેવા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More