Home> LifeStyle
Advertisement
Prev
Next

White Hair: આ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવાથી પણ સફેદ વાળ થાય છે કાળા, મેથી-આમળાની જેમ કરે છે અસર

White Hair: આજે તમને અન્ય એક કુદરતી વસ્તુ વિશે જણાવીએ જે સફેદ થતાં વાળને કાળા કરી શકે છે. આ વસ્તુના ઉપયોગ વિશે તમે આજ સુધી નહીં જાણ્યું હોય. 

White Hair: આ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવાથી પણ સફેદ વાળ થાય છે કાળા, મેથી-આમળાની જેમ કરે છે અસર
Updated: May 23, 2024, 01:12 PM IST

White Hair: માથામાં જો એક સફેદ વાળ દેખાય તો ચિંતા વધી જાય. તેવામાં જો ઝડપથી માથાના વાળ સફેદ થવા લાગે તો ઊંઘ ઉડી જાય છે. નાની ઉંમરમાં સફેદ થતા વાળને કાળા કરવા માટે મહેંદી, હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય જે લોકો ઘરેલુ ઉપચારમાં માને છે તેઓ આમળા, મેથી જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને કાળા કરવાના પ્રયત્ન કરે છે. આજે તમને અન્ય એક કુદરતી વસ્તુ વિશે જણાવીએ જે સફેદ થતાં વાળને કાળા કરી શકે છે. આ વસ્તુના ઉપયોગ વિશે તમે આજ સુધી નહીં જાણ્યું હોય. 

આ પણ વાંચો: પીવાના પાણીનું માટલું કેટલા દિવસ સાફ કરવું? આ વાતનું નહીં રાખો ધ્યાન તો પડશો બીમાર

વાળની કુદરતી રીતે કાળા કરવા હોય તો મહેંદી, આમળા, અળસીના બી, મેથી, લીમડો વગેરે વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ જો તમારે આ વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો હોય તો તમે ઘરમાં રહેલા એક ડ્રાયફ્રુટને નેચરલ હેર કલરિંગ એજન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે અંજીરનો ઉપયોગ કરીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સ્વાદિષ્ટ અંજીર સફેદ વાળને કાળા પણ કરી શકે છે. જો તમારે અંજીરની મદદથી વાળને કાળા કરવા હોય તો જાણી લો તેની રીત. 

અંજીરનું હેર માસ્ક 

આ પણ વાંચો: વૈષ્ણો દેવી નજીક આવેલા છે 5 ફરવાલાયક સ્થળ, દર્શન પછી અહીં માણો એડવેન્ચર એક્ટિવિટી

પાંચથી છ સૂકા અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા. સાથે તેમાં બે ચમચી મેથીના દાણા ઉમેરો. હવે બંને વસ્તુને બીજા દિવસે સવારે પાણીમાંથી કાઢીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણમાં બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી દહીં મિક્સ કરો. તમે એલોવેરા જેલ પણ મિક્સ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને જરૂર જણાય તો થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે