Home> LifeStyle
Advertisement
Prev
Next

Healthy Drink: સીઝનલ ખાંસી-શરદીમાં રાહત આપશે ચોકલેટ મસાલા ચા, આ છે રેસિપી

Cooking Tips: આજે અમે તમારા માટે ચોકલેટ મસાલા ચા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ચાને નવો અનુભવ તો આપશે જ, પરંતુ તેનો સ્વાદ પણ બધાને પસંદ આવશે. ચોકલેટ મસાલા ચા બનાવવી પણ ખૂબ જ સરળ છે, તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવી.

Healthy Drink: સીઝનલ ખાંસી-શરદીમાં રાહત આપશે ચોકલેટ મસાલા ચા, આ છે રેસિપી

How to make Chocolate Masala Chai: ચોકલેટ એવી વસ્તુ છે જેને બાળકોથી લઈને મોટા લોકો પણ પસંદ કરે છે. તમને ચોકલેટથી બનેલી ડિશ બજારમાં સરળતાથી મળી જશે. પરંતુ શું તમે ચોકલેટ મસાલા ચા ટ્રાઈ કરી છે? જો નહીં તો અમે આજે તમારા માટે ચોકલેટ મસાલા ચા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તેનાથી તમને ન ચાનો નવો અનુભવ મળશે પરંતુ તેનો સ્વાદ પણ તમને ખુબ પસંદ આવશે. ચોકલેટ મસાલા ચાને બનાવવી પણ સરળ છે, તો ચાલો જાણીએ ચોકલેટ મસાલા ચા કઈ રીતે બનાવવી.

ચોકલેટ મસાલા ચા બનાવવા માટે જરૂરી સામગ્રી
1 મોટી ચમચી ચાની ભૂકી
2 કપ દૂધ
1 મોટી ચમચી કોકો પાઉડર
1 લવીંગ
5 એલચી
2 નાની ચમચી ખાંડ
1 નાનો ટુકડો તજ

આ પણ વાંચોઃ દરરોજ કઠોળ ખાશો તો આ 5 ગંભીર બિમારીઓ ઉભી પૂંછડીયે ભાગશે, જાણો ફાયદા

કઈ રીતે ચોકલેટ ચા બનાવશો? (How to make Chocolate Masala Chai) 
ચોકલેટ મસાલા ચા બનાવવા માટે સૌથી પહેલા 2 કપ દૂધ લો.
પછી તેને એક કડાઈમાં મૂકો અને ધીમી આંચ પર ઉકળવા દો.
આ પછી, તેમાં 1 ચમચી ચાના પાંદડા, 1 લવિંગ, 1 નાનો તજનો ટુકડો અને 5 એલચી ઉમેરો.
પછી તમે ચાને લગભગ 1 થી 2 મિનિટ સુધી ઉકળવા દો જ્યાં સુધી સુગંધ આવે.
આ પછી તેમાં ખાંડ અને કોકો પાવડર નાખીને મિક્સ કરો.
આ પછી, તમે ચાને લગભગ 5 મિનિટ સુધી રાંધો અને ગેસ બંધ કરો.
ત્યારબાદ તૈયાર કરેલી ચાને એક બાઉલમાં ગાળી લો અને તેને ગરમા-ગરમ સર્વ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More