Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Growth: માથાની ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગશે, નારિયેળ તેલમાં મિક્સ કરી વાળમાં લગાડો આ વસ્તુ

Hair Growth: વાળ જો હદ કરતા વધારે ખરતા હોય તો માથામાં ટાલ પડી જાય છે. માથામાં ટાલ સ્ત્રી અને પુરુષ બંનેને થઈ શકે છે. આવું ન થવા દેવું હોય તો સમય રહેતા જ આ કામ શરુ કરી દેવું જેથી ખરતા વાળ અટકે અને નવા વાળ ઝડપથી ઉગવા લાગે.

Hair Growth: માથાની ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગશે, નારિયેળ તેલમાં મિક્સ કરી વાળમાં લગાડો આ વસ્તુ

Hair Growth: ખરતા વાળની સમસ્યા ખૂબ જ સામાન્ય સમસ્યા લાગે છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકના માથામાંથી વાળ ખરતા જ હોય છે. પરંતુ જો વાળ હદ કરતાં વધારે ખરવા લાગે તો માથામાં ટાલ દેખાવા લાગે છે. માથામાં જો આવી રીતે ટાલ પડવા લાગે તો પર્સનાલિટી પણ ખરાબ થઈ જાય છે. જો માથામાં ટાલ પડવા દેવી ન હોય તો ખરતા વાળને સમયસર અટકાવવા માટે ઉપાય કરી લેવા જોઈએ. આજે તમને ખરતા વાળને અટકાવતો એક અજમાવેલો નુસખો જણાવીએ. આ નુસખો વાળને ખરતા તુરંત જ અટકાવે છે અને નવા વાળનો ગ્રોથ પણ વધારે છે. આ નુસખાની ખાસ વાત એ છે કે તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન પણ નહીં થાય. 

આ પણ વાંચો: Lip Care: હોઠની આસપાસની ત્વચા થઈ ગઈ છે કાળી ? તો જાણી લો તેને દુર કરવાના ઉપાય

એ વાત તો તમે પણ જાણતા જ હશો કે નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ગુણકારી છે. નાળિયેરના તેલમાં જો તમે ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં અપ્લાય કરવાનું શરૂ કરશો તો ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મળી જશે. સાથે જ નવા વાળ ઝડપથી ઉગવા લાગશે. 

ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળનો ગ્રોથ ઝડપથી વધારે છે. ખરતા વાળની સમસ્યા અટકાવવા અને વાળનો ગ્રોથ વધારવા માટે બે ડુંગળી લઈ તેના ટુકડા કરીને મિક્સરમાં પીસી લો. હવે ડુંગળીની પેસ્ટને કપડામાં કાઢીને તેમાંથી રસ અલગ કરી લો. ડુંગળીના રસને એક બાઉલમાં લઈ તેમાં બેથી ત્રણ ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરો. 

આ પણ વાંચો: આ 3 વિટામિનને ડાયટમાં સામેલ કરશો તો વાળ ખરતા બંધ થઈ જશે, ટ્રાય કરી જુઓ એકવાર

તૈયાર કરેલા નાળિયેરના તેલ અને ડુંગળીના મિશ્રણને વાળના મૂળમાં સારી રીતે અપ્લાય કરો. જે લોકોને ટાલ પડી ગઈ હોય તેઓ પણ આ મિશ્રણને માથા પર લગાવીને મસાજ કરી શકે છે. મસાજ કરીને આ મિશ્રણને આખી રાત વાળમાં રહેવા દો. બીજા દિવસે સવારે વાળને ધોઈ લેવા. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ નુસખો અજમાવો. થોડા દિવસમાં તમે અનુભવશો કે તમારા વાળ ખરતા બંધ થઈ ગયા છે અને ટાલમાં નવા વાળ ઉગવા લાગ્યા છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More