Home> LifeStyle
Advertisement
Prev
Next

Ghee in Nose: નાકમાં દેશી ઘીના 2 ટીપા રોજ નાખો, ફેશિયલ વિના ત્વચા પર દેખાશે ગોલ્ડન ગ્લો, સાથે થશે આ 4 લાભ

Ghee in Nose:ઘીનું સેવન કરવાથી થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે રોજ દેશી ઘીના બે ટીપા નાખમાં નાખીને સુવાથી 5 સૌથી મોટા ફાયદા થાય છે? આજે તમને જણાવીએ નાકમાં ઘીના ટીપાં નાખીને સુવાથી શરીરમાં કેવા ફાયદા થાય છે. 

Ghee in Nose: નાકમાં દેશી ઘીના 2 ટીપા રોજ નાખો, ફેશિયલ વિના ત્વચા પર દેખાશે ગોલ્ડન ગ્લો, સાથે થશે આ 4 લાભ

Ghee in Nose: ઘી ગુણકારી છે. ઘી ખાવાથી શરીરમાં ગુડ ફેટ વધે છે. તેમાં પણ ગાયના દૂધનું દેશી ઘી પૌષ્ટિક તત્વથી ભરપૂર હોય છે. પાચનશક્તિ માટે પણ દેશી ઘી લાભકારી માનવામાં આવે છે. ઘીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઘી એક નેચરલ મોશ્ચુરાઈઝર પણ છે જેનાથી સ્કીનની ડ્રાયનેસ દૂર થાય છે. ઘીનું સેવન કરવાથી થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે રોજ દેશી ઘીના બે ટીપા નાખમાં નાખીને સુવાથી 5 સૌથી મોટા ફાયદા થાય છે? આજે તમને જણાવીએ નાકમાં ઘી ના ટીપાં નાખીને સુવાથી શરીરમાં કેવા ફાયદા થાય છે. 

નાકમાં ઘી નાખવાથી થતા ફાયદા 

આ પણ વાંચો: Long Hair: રસોડાની આ 5 વસ્તુઓ વાળ માટે બેસ્ટ ટોનિક, લાંબા વાળ માટે ડાયટમાં કરો સામેલ

સફેદ વાળ 

આજના સમયમાં કોલેજ જતા યુવાનોના વાળ પણ સફેદ થવા લાગે છે. આ સમસ્યાથી બચવું હોય તો દેશી ઘીનો આ પ્રયોગ શરૂ કરી દો. દેશી ઘી ના બે ટીપા નાખવા નાખીને રોજ સુવાથી સફેદ વાળ ખરતા વાળ સહિતની સમસ્યાઓ દૂર થાય છે. 

આ પણ વાંચો: ચહેરા પર લગાડો કડવા લીમડાની પેસ્ટ, તમને ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત આ 3 સમસ્યા

અનિંદ્રા  

ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ હોય છે. જે લોકોને આ ફરિયાદ હોય તેમણે નાકમાં દેશી ઘીના બે ટીપા નાખવાની શરૂઆત કરી જ દેવી જોઈએ. નાકમાં ઘી નાખીને સુવાથી ઊંઘ સારી આવે છે અને મગજ સ્ટ્રેસ ફ્રી થાય છે. 

માઈગ્રેન 

માઈગ્રેન માથાના દુખાવાની ગંભીર સમસ્યા છે. આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી પરંતુ માઈગ્રેનના દુખાવાથી રાહત મળે તેવા ઉપાય કરી શકાય છે. માઈગ્રેનમાં દવા લેવી ન હોય તો દેશી ઘીનો આ નુસખો અજમાવવાની શરૂઆત કરો. માઈગ્રેનના દુખાવાથી મુક્તિ મળી જશે. 

આ પણ વાંચો: Long Hair: સવારે ખાલી પેટ પીવા લાગો આ વસ્તુ, 30 દિવસમાં વાળ કમર સુધી લાંબા થઈ જશે

સ્કીન માટે લાભકારી 

દેશી ઘીના બે ટીપા નાકમાં નાખીને સુવાથી સ્કીન પર પણ ગોલ્ડન ગ્લો જોવા મળે છે. આ કામ કરવાની શરૂઆત કરશો એટલે થોડા જ દિવસમાં જોશો કે તમારી સ્કિન પર પણ સુંદરતા વધવા લાગી છે. 

આ પણ વાંચો: Honey: મધનો ઉપયોગ આ રીતે કરશો તો ઢીલી પડેલી ત્વચા પણ થઈ જશે ટાઈટ, કરચલીઓ દૂર થઈ જશે

નસકોરા 

જે લોકોને રાત્રે નસકોરા બોલતા હોય તેમણે પણ સુતા પહેલા નાકમાં બે ટીપા દેશી ઘીના નાખવા જોઈએ. આમ કરવાથી નસકોરા બંધ થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. 

આ પણ વાંચો: શાઈની વાળ માટે ટ્રાઈ કરો આ 4 માંથી કોઈ 1 હેર માસ્ક, કંડિશ્નર કરવાની પણ જરૂર નહીં પડે

કેવી રીતે નાકમાં નાખવું ઘી ?

નાકમાં ઘી નાખતા પહેલા તેને થોડું ગરમ કરી લેવું. ઘી ગરમ હોય ત્યારે નાકમાં નાખવું નહીં, ઘીને ગરમ ફક્ત તે ઓગળે એટલા માટે જ ગરમ કરવું. ત્યારબાદ સીધું સુઈ જવું અને માથું એવી રીતે રાખવું જેથી નાક ઉપરની તરફ રહે. ત્યાર પછી ઓગળેલા ઘીનું એક એક ટીપું બંને નાકમાં નાખો. ઘી નાખ્યા પછી નાકથી શ્વાસ અંદરની તરફ લો જેથી ઘી પણ અંદર જાય. થોડીવાર આજ સ્થિતિમાં સુતા રહેવું. નિયમિત આ પ્રક્રિયાને ફોલો કરવાથી ઉપર જણાવેલા ફાયદા થોડા જ દિવસોમાં જોવા મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More