Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Care: આ વસ્તુ કુદરતી રીતે વાળને કરે છે કાળા, સફેદ વાળની પણ વધશે ડાર્કનેસ

White Hair Solution: અળસીના બીજ પ્રોટીન, ઓમેગા -3 એસિડ, ફાયબર અને એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે અળસીના બીજની મદદથી તમે કેવી રીતે સફેદ વાળને કાળા કરી શકો છો.

Hair Care: આ વસ્તુ કુદરતી રીતે વાળને કરે છે કાળા, સફેદ વાળની પણ વધશે ડાર્કનેસ
Updated: Sep 10, 2023, 01:55 PM IST

White Hair Solution: પહેલાના જમાનામાં સફેદ વાળ એ વધતી ઉંમરની નિશાની ગણાતા હતા. પરંતુ બદલાતા સમયની સાથે આ સમસ્યા યુવાનોમાં પણ વધી રહી છે. સફેદ વાળના કારણે ઘણીવાર શરમ અને આત્મવિશ્વાસના અભાવનો સામનો પણ કરવો પડે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અળસીના બીજની મદદ લઈ શકો છો. અળસીના બીજ પ્રોટીન, ઓમેગા -3 એસિડ, ફાયબર અને એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે અળસીના બીજની મદદથી તમે કેવી રીતે સફેદ વાળને કાળા કરી શકો છો.

અળસીના બીજનો આ રીતે ઉપયોગ કરો

આ પણ વાંચો:

Weight Loss: ઓછા દિવસોમાં ઘટાડવું હોય વધારે વજન તો ભોજન પહેલા પીવા આ ડ્રિંક્સ

Skin Care: સ્કિન એજિંગનું કારણ બને છે આ 5 વસ્તુઓ, ખાશો તો 30 ની ઉંમરે દેખાશો 50 જેવા

30 દિવસમાં ઓગળી જશે શરીરની બધી ચરબી, ફેટમાંથી થશો ફીટ, આ 4 રીતે શરુ કરો અજમાનું સેવન
 
અળસીના બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે તમને અળસીના બીજનો એક એવો ઉપાય જણાવીએ જેને કર્યા પછી તમારા વાળને ક્યારેય કોઈ મોંઘા હેર પ્રોડક્ટની જરૂર નહીં પડે. વાળને સુંદર અને કાળા કરવા માટે ઘરે અળસીના બીજનું હેર જેલ તૈયાર કરવાનું છે. તો જાણી લો કેવી રીતે આ જેલ ઘરે બનાવી શકાય. 
 
હેર જેલ બનાવવાની સામગ્રી
અળસીના બીજ - 1 કપ
પાણી - 3 થી 4 કપ 
ઓલિવ અથવા નાળિયેર તેલ - જરૂર અનુસાર
 
હેર જેલ કેવી રીતે તૈયાર કરવું
સૌથી પહેલા અળસીના બીજને પાણીમાં ઉકાળો. બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો અને પેસ્ટ બનાવો. ત્યાર પછી આ પેસ્ટને મલમલના કપડા વડે કાચના વાસણમાં સારી રીતે ગાળી લો.

કેવી રીતે વાળ પર કરવો ઉપયોગ
-સૌથી પહેલા એક બાઉલમાં તમારા વાળની ​​લંબાઈ પ્રમાણે 1 કે 2 ચમચી અળસીનું જેલ લેવું. તેમાં ઓલિવ, વિટામિન ઈ અથવા નારિયેળનું તેલ મિક્સ કરો. ત્યારપછી વાળમાં આ જેલને સારી રીતે લગાવો. 20 મિનિટ બાદ વાળને ધોઈ લેવા. આ જેલ એકવાર બનાવીને 20 થી 30 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે