Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: ચણાના લોટના આ ફેસપેક ચહેરા પર લાવે છે ઇન્સ્ટન્ટ ગ્લો, 10 મિનિટમાં ચહેરો ખીલી જશે

Skin Care: રસોઈમાં ચણાનો લોટ જેટલો ઉપયોગી છે એટલો જ ઉપયોગી ત્વચાની સંભાળ માટે પણ છે. તમે સ્કીન કેર માટે પણ ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાના લોટથી તમે કેટલાક ફેસપેક તૈયાર કરી શકો છો જે ચહેરા પર નેચરલ ગ્લો વધારે છે. ચણાના લોટના આ ફેસપેક ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે. 

Skin Care: ચણાના લોટના આ ફેસપેક ચહેરા પર લાવે છે ઇન્સ્ટન્ટ ગ્લો, 10 મિનિટમાં ચહેરો ખીલી જશે

Skin Care: ચણાના લોટનો ઉપયોગ તમે પણ રસોઈમાં સ્વાદિષ્ટ વ્યંજન બનાવવા માટે ઘણી વખત કર્યો હશે. ચણાના લોટમાંથી ફરસાણ મીઠાઈ બધું જ તૈયાર થાય છે. રસોઈમાં ચણાનો લોટ જેટલો ઉપયોગી છે એટલો જ ઉપયોગી ત્વચાની સંભાળ માટે પણ છે. તમે સ્કીન કેર માટે પણ ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાના લોટથી તમે કેટલાક ફેસપેક તૈયાર કરી શકો છો જે ચહેરા પર નેચરલ ગ્લો વધારે છે. ચણાના લોટના આ ફેસપેક ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.

કાચું દૂધ અને ચણાનો લોટ

આ પણ વાંચો:

ચોમાસામાં ખરતા વાળથી પરેશાન છો? તો શરુ કરો આ વસ્તુઓ ઉપયોગ, 7 દિવસમાં ફરિયાદ થશે દુર

Insect Bites: વરસાદી જીવજંતુ કરડી જાય તો તુરંત અજમાવો આ 4 માંથી કોઈ 1 દેશી નુસખો

હાઈ બીપી કંટ્રોલ કરવાથી લઈ વજન ઘટાડવા સુધીના આ અદ્ભુત ફાયદા કરે છે કોળાના બીજ

બે ચમચી ચણાના લોટમાં કાચું દૂધ મિક્સ કરી સ્મુધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને થોડીવાર પછી સ્કિન પર મસાજ કરી તેને દૂર કરો. આ ફેસપેક નો નિયમિત ઉપયોગ કરશો એટલે ત્વચા ક્લિન થઈ જશે.

ચણાનો લોટ અને લીંબુ

બે ચમચી ચણાના લોટમાં એક ચમચી લીંબુનો રસ અને જરૂર અનુસાર પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો. દસ મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. આ ફેસ પેક થી ચહેરા પરની ટેનિંગ દૂર થઈ જાય છે અને ત્વચાનો રંગ નીખરે છે.

ચણાનો લોટ અને ટામેટાનો રસ

બે ચમચી ચણાનો લોટ લઈ તેમાં બે ચમચી ટામેટા નો પલ્પ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી સાફ કરો. તેનાથી સ્કીનની ડલનેસ દૂર થાય છે.

ચણાનો લોટ અને મધ

ચણાના લોટમાં મધ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરી ચહેરા પર તેને લગાડો. દસ મિનિટ પછી હળવા હાથે મસાજ કરીને આ પેસ્ટને દૂર કરો. તેનાથી ખીલ અને એક્ને તુરંત દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More