Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Care Tips: છોકરીઓ પણ નહીં કહે 'કાકા', હાઉસફૂલ 4ના બાલા ન બનવું હોય તો આ ટિપ્સ અજમાવો

Hair Mistakes That Age You: જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ માથામાંથી વાળ ખરવાના શરૂ થાય છે. ઉંમર એ શરીર પર અસર કરે છે પણ આમ છતાં તમે કેટલીક કાળજી રાખીને વાળને બચાવી શકો છો. જો તમારી ઉંમર પણ 30 વર્ષની આસપાસ હોય તો તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. 

Hair Care Tips: છોકરીઓ પણ નહીં કહે 'કાકા', હાઉસફૂલ 4ના બાલા ન બનવું હોય તો આ ટિપ્સ અજમાવો

Hair Like This After Age Of 30: જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ શરીર પર તેની અસર દેખાવા લાગે છે. તમને સૌથી પહેલાં ઉંમરની અસર વાળમાં જોવા લાગે છે. હા, 30 વર્ષની ઉંમરે વાળ ખરવા, તૂટવા અને સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે તમારા વાળનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે આ સમસ્યાઓ જીવનશૈલીમાં બદલાવના કારણે થાય છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને જણાવીશું કે તમારે 30 વર્ષની ઉંમરે વાળની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ?

30 વર્ષની ઉંમરે આ રીતે રાખો વાળની સંભાળ
30 વર્ષની ઉંમર આવતા જ લોકોને વાળને લગતી સમસ્યાઓ થવા લાગે છે. આનું કારણ એ છે કે લોકો જવાબદારીના કારણે વધુ ટેન્શન લે છે. જો તમે 30 વર્ષની ઉંમર પછી પણ વાળને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારે દરરોજ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને તમે તણાવ ઓછો કરો છો, જેના કારણે વાળ સ્વસ્થ રહે છે અને વાળ ખરતા નથી. જો તમે ટેન્શન લેવાનું ઓછું કરશો તો તમને એ મોટો ફાયદો કરાવશે. 30 વર્ષની ઉમર વટાવતાંની સાથે મહિલા હોય કે પુરૂષ દરેકે કાળજી રાખવાની જરૂર છે. 

તેલ લગાવવાનું ના ભૂલો
30 વર્ષની ઉંમર પછી મહિલાઓના વાળ ખૂબ જ શુષ્ક થઈ જાય છે. વાળમાં શુષ્કતા ટાળવા માટે તમારે તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ. આથી જ વાળમાં તેલ લગાવવાથી માથાની ચામડીને પોષણ મળે છે અને વાળ સ્વસ્થ રહે છે. એટલા માટે અઠવાડિયામાં ત્રણ વખત તેલ લગાવો.

વાળ કપાવવાનું રાખો : પોષણના અભાવ અને ઉંમરના દબાણને કારણે 30 વર્ષની ઉંમરે વાળ વિભાજીત થઈ જાય છે. જેના કારણે વાળનો વિકાસ અટકી જાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે 6 અઠવાડિયા પછી વાળને ટ્રિમ કરાવવા જરૂરી છે. જેથી વાળની લંબાઈ વધશે જો તમે વાળ કપાવતા નથી તો એ બે પાંખિયા થવા લાગશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More