Home> LifeStyle
Advertisement
Prev
Next

આ કારણોથી તમારું ફ્રીજ ઝડપથી થાય છે ખરાબ, જો તમે પણ કરતાં હોય આ ભુલ તો હવેથી બદલો આદત

Refrigerator Maintenance: નવું ફ્રીજ ખરીદ્યું હોય અને હજુ એકપણ વર્ષ થયું નથી અને તે ખરાબ થઈ રહ્યું છે. તો તેમાં શક્ય છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈ ભૂલ કરી રહ્યા છો. જેનાથી રેફ્રિજરેટરને નુકસાન થઈ રહ્યું છે... 

આ કારણોથી તમારું ફ્રીજ ઝડપથી થાય છે ખરાબ, જો તમે પણ કરતાં હોય આ ભુલ તો હવેથી બદલો આદત

Refrigerator Maintenance: તમે ગયા વર્ષે જ ફેસ્ટિવલ સેલ દરમિયાન નવું ફ્રીજ ખરીદ્યું હોય અને હજુ એકપણ વર્ષ થયું નથી અને તે ખરાબ થઈ રહ્યું છે. તો તેમાં શક્ય છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈ ભૂલ કરી રહ્યા છો. જેનાથી રેફ્રિજરેટરને નુકસાન થઈ રહ્યું છે. ફ્રીજ અચાનક બંધ થઈ રહ્યું છે અથવા તો તેમાં કૂલિંગ બરોબર થતું નથી. જેના માટે તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવાનું રહેશે.

ફ્રીજ ઝડપથી કેમ ખરાબ થાય છે ?

1.  મહિનામાં એક કે બે વાર ફ્રિજ સાફ કરવું જરૂરી છે. પરંતુ આળસના કારણે ઘણા લોકો આવું કરી શકતા નથી. જેના કારણે ભોજન ઝડપથી બગડી જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. સફાઈના અભાવે ગંદકી અને પીળાશ પણ વધુ પ્રમાણમાં જમા થાય છે. 

આ પણ વાંચો:

વર્ષો સુધી ચોખામાં નહીં પડે જંતુઓ, સંગ્રહ કરવાની આ સરસ રીત અજમાવશો તો રહેશો ફાયદામાં

ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં

ગુજરાતની કેસર સહિત ભારતના આ 6 રાજ્યોની કેરી પણ છે વિશ્વપ્રસિદ્ધ, સ્વાદ હોય છે લાજવાબ

2. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો રેફ્રિજરેટરમાં મોટી માત્રામાં ખાણી-પીણીની વસ્તુઓ ભરી દેવામાં આવે છે, જેના કારણે ઠંડકમાં તકલીફ થાય છે અને તે ઝડપથી બગડી જાય છે, ખાવાની વસ્તુઓ વચ્ચે થોડી જગ્યા રાખવી વધુ સારું છે તેનાથી ખોરાક પણ લાંબા સમય સુધી તાજો રહે છે અને ફ્રિજમાં પણ નુકસાન થતું નથી.

3. ઘણી વખત આપણે ઉતાવળમાં ફ્રિજનો દરવાજો બરાબર બંધ કરી શકતા નથી. જેના કારણે રેફ્રિજરેટરનો ગેસ બહાર આવવા લાગે છે અને ફ્રિજમાં ઠંડક યોગ્ય રીતે નથી થતી. જેના કારણે આ મશીન ખરાબ થવા લાગે છે. તે વધુ સારું છે કે તમે ફ્રિજ ખરીદો જેમાં ઓટોમેટિક ક્લોઝિંગ દરવાજા હોય અથવા દરવાજા યોગ્ય રીતે બંધ કરવાનું રાખો.

4. દરેક ખાદ્ય પદાર્થની રેફ્રિજરેટરમાં રાખવાની જગ્યા નક્કી હોય છે. જેમ કે બરફ જમાવવા માટે ફ્રીઝર, ફળો અને શાકભાજી માટે ચીલ ટ્રે, બોટલ માટે સ્ટ્રેન્ડ, ઈંડા માટે ઈંડાની ટ્રે, વગેરે. જો તમે ખાદ્યપદાર્થોને નક્કી કરેલી જગ્યાએ ન રાખો તો તેનાથી ફ્રિજની કામગીરી પર અસર પડે છે અને તે ઝડપથી બગડી જાય છે.

5. જો તમે તમારા રેફ્રિજરેટરમાં ઝડપી ઠંડક માટે ખૂબ જ ગરમ ખોરાક રાખો છો તો તેની કૂલિંગ પ્રોસેસ પર પ્રતિકૂળ અસર પડે છે. જેના કારણે રેફ્રિજરેટરને ઝડપથી નુકસાન થાય છે. આ સિવાય ફ્રીજને દિવાલથી થોડે દૂર રાખવું જોઈએ જેથી તેની ગરમી સરળતાથી નીકળી શકે. 

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More