Home> LifeStyle
Advertisement
Prev
Next

શરીરમાં લોહીની કમીનું કારણ બની શકે છે RO નું પાણી, આ કડવું સત્ય જાણી ચોંકી જશો તમે

RO water purifier: છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવી, ફ્રીઝ સિવાય વધુ એક વસ્તી લોકોના ઘરમાં જોવા મળી રહી છે તે RO વોટર પ્યૂરીફાયર છે. તે દૂષિત પાણીને સાફ કરીને પીવા લાયક બનાવે છે. 

શરીરમાં લોહીની કમીનું કારણ બની શકે છે RO નું પાણી, આ કડવું સત્ય જાણી ચોંકી જશો તમે

RO water purifier: પરિવર્તનશિલ લાઇફસ્ટાઇલને કારણે આપણી જરૂરીયાતો પણ બદલાતી રહે છે. આજકાલ તમને દરેક ઘરમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જોવા મળી જશે, જે આપણા જીવનને સરળ બનાવે છે. આ સિવાય છેલ્લા કેટલાક વર્ષોમાં એક વસ્તુ લોકોના ઘરમાં જગ્યા બનાવી રહી છે, તે છે RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે. 

આજના સમયમાં વધતી જનસંખ્યા અને પ્રદૂષણને કારણે પાણી દૂષિત અને ખરાબ થઈ રહ્યું છે. તેવામાં  RO વોટર પ્યૂરીફાયર દરેકની જરૂરીયાત બની ગયું છે. રપરંતુ  RO ના પાણીનું એક સત્ય પણ છે, જેને જાણીને તમે ચોકી જશો.  RO નું પાણી પીવાથી શરીરમાં વિટામિન બી12ની કમી થઈ શકે છે. લેટેસ્ટ રિચર્સમાં આ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી  ROનું પાણી પિવાથી વિટામિન બી12ની કમી આવી શકે છે. કારણ કે આરઓનું પાણી કેટલાક જરૂરી મિનરલ્સ અને વિટામિનોને હટાવી શકે છે, જે વિટામિન બી12 સહિત પાણીમાં સ્વાભાવિક રૂપથી હાજર હોય છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે વિટામિન બી12ની કમી સામાન્ય રીતે પાણીની જગ્યાએ ફૂડ સોર્સથી સેવનની કમીને કારણે થઈ જાય છે. 

આ પણ વાંચોઃ શું તમે જાણો છો કે કેમ મોટેભાગે માટીના વાસણમાં જ જમાવાય છે દહીં? જાણો તેના ફાયદા

વિટામિન બી12ની કમીથી શું થાય છે? (vitamin b12 deficiency)
વિટામિન B12 સામાન્ય રીતે આવશ્યક વિટામિન છે જે આપણા શરીરની રુધિરાભિસરણ તંત્ર, સંવેદનશીલ ચેતા અને રક્તની રચના માટે જરૂરી છે. તેની ઉણપ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે-

એનીમિયાઃ વિટામિન B12 ની કમીથી એનીમિયા થઈ શકે છે. એનીમિયા એક એવી સ્થિતિ હોય છે જ્યારે તમારા શરીરમાં બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે. તેનાથી શરીરમાં એનર્જી ઓછી થાય છે અને તમને થાક લાગે છે. 

શરીરમાં સંતુલિત રાખવામાં સમસ્યાઃ વિટામિન બી12ની કમીને કારણે શરીરને સંતુલિત રાખવામાં સમસ્યા થઈ શકે છે. તે શરીરના અન્ય ભાગોની સાથે બ્રેનને પણ પ્રભાવિત કરી શકે છે. 

ન્યૂરોલોજિકલ સમસ્યાઓઃ વિટામિન બી12ની કમીથી ન્યૂરોલોજિકલ સમસ્યાઓ થઈ શકે છે. તે શરીરના ન્યૂરોનોને પ્રભાવિત કરી શકે છે, જે શરીરની મોટા ભાગની ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. 

ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓઃ વિટામિન બી12ની કમીથી ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ થઈ શકે છે. તે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે. 

આ પણ વાંચોઃ શું તમે પણ ટાઈમ જોયા વિના ઊંધુ ઘાલીને ખા-ખા કરો છો? જાણો શું કહે છે નિષ્ણાતો

વિટામિન બી12ની કમીના લક્ષણ (vitamin b12 deficiency)
થાક અને નબળાઈ
માથામાં દુખાવો અને શરીરમાં દુખાવો
આંતરડામાં સમસ્યા, જેમ કે કબજીયાત
ભૂખની કમી અને વજન ઘટવું
પેશાબમાં સંક્રમણ કે સંકેત
સ્વતંત્ર મન અને સ્મૃતિ ભ્રંશ
ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેમ કે ચેતામાં દુખાવો, નિષ્ક્રિયતા આવે છે અને હાથપગમાં કળતર

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More