Home> LifeStyle
Advertisement
Prev
Next

Sexual Health: શું તમે પણ 9 વાગ્યાથી પછી બાંધો છો શારીરિક સંબંધ? તો જરૂરથી વાંચજો

physical Relationship: મોટાભાગના કપલ્સ રાતે સેક્સ કરવું યોગ્ય ગણે છે. પરંતુ લેવ મેકિંગનો આ સમય તમારા માટે ખરાબ પણ હોઈ શકે છે. ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજી મેગેઝીનમાં 2018ના એક સ્ટડીમાં જાણવા મળ્યું કે પુરુષો અને મહિલાઓની યૌન ઈચ્છાઓ વધવાનો સમય અલગ અલગ હોય છે. 

Sexual Health: શું તમે પણ 9 વાગ્યાથી પછી બાંધો છો શારીરિક સંબંધ? તો જરૂરથી વાંચજો
Updated: May 08, 2023, 10:40 PM IST

Relationship: જો તમને એવું લાગતું હોય કે તમારા પાર્ટનરને સેક્સમાં રસ નથી કે પછી તમારી સેક્સલાઈફ ખરાબ થઈ રહી છે તો તેનું એક ખાસ કારણ હોઈ શકે છે. શું તમે જાણો છો કે તમારા સેક્સ કરવાના સમયની પણ તમારી સેક્સલાઈફ પર અસર પડે છે. હેલ્થ વિશેષજ્ઞો પાસેથી જાણીએ કે સેક્સ કરવા માટે કયો સમય સૌથી ખરાબ છે. તમારે આ સમયે શારીરિક સંબંધ બનાવતા બચવું જોઈએ.   

મોટાભાગના કપલ્સ રાતે સેક્સ કરવું યોગ્ય ગણે છે. પરંતુ લેવ મેકિંગનો આ સમય તમારા માટે ખરાબ પણ હોઈ શકે છે. ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજી મેગેઝીનમાં 2018ના એક સ્ટડીમાં જાણવા મળ્યું કે પુરુષો અને મહિલાઓની યૌન ઈચ્છાઓ વધવાનો સમય અલગ અલગ હોય છે. 

આ સ્ટડી મુજબ મહિલાઓમાં સેક્સની પ્રબળ ઈચ્છા સાંજના સમયે સૌથી વધુ હોય છે. જ્યારે પુરુષો સૌથી વધુ ઉત્તેજિત સવારના સમયે હોય છે. આ સ્ટડી મુજબ મોટાભાગના કપલ્સ રાતે 9 વાગ્યાથી લઈને અડધી રાત દરમિયાન સંબંધ બનાવતા હોય છે. જો કે રિસર્ચર્સનું કહેવું છે કે આ માટે કોઈ એક સમય હોવો જોઈએ નહીં.

સ્ટડીથી જાણવા મળે છે કે જે કપલ્સ પોતાના રૂટીનને ધ્યાનમાં રાખીને સંબંધ બનાવે છે તે તેઓ સંબંધથી વધુ સંતુષ્ટ રહે છે. The Power of When પુસ્તકના લેખક માઈકલ બ્રૂસે ધ હેલ્ધી વેબસાઈટને જણાવ્યું કે બેડટાઈમના સમયે સેક્સ કરવું ખરાબ નથી, પણ વસ્તુ એ છે કે આ સમય સુધીમાં તમે સંપૂર્ણ રીતે થાકી જાઓ છો. આ સમયે તમારા શરીરને ફક્ત ઊંઘ જોઈતી હોય છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે શરીરમાં બિલકુલ એનર્જી વધતી નથી.   

નખ કાપવા માટે છે આ સૌથી શુભ દિવસ, રવિવારે નખ કે વાળ કાપતા હો તો રહેજો સાવચેત
Shani Shukra Yuti: મિત્ર ગ્રહોની યુતિ ચમકાશે આ લોકોની કિસ્મત, બેંક એકાઉન્ટ ઉભરાશે
શું તમારી સાથે પણ ઘટે છે આવી ઘટનાઓ? કુંડળીના સૌથી ખતરનાક દોષના છે આ લક્ષણો! સાચવજો

અમેરિકાના રિલેશનશીપ એન્ડ સેક્સ થેરેપિસ્ટ લિસા થોમસ કહે છે કે દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે. રાતના સમયે સેક્સ કોઈના માટે ખુબ થકાવી દેનારું હોય છે. જ્યારે મોટા ભાગના લોકો માટે આ સમયે સેક્સ તણાવ દૂર કરવા માટે અને શરીરને આરામ આપવાનું કામ કરે છે. કેટલાક લોકોને સેક્સ બાદ ખુબ સારી ઊંઘ આવે છે. 

Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી

ડોક્ટર બ્રુસ અને થોમસ બંનેનું માનવું છે કે કામ ખતમ કર્યા બાદ રાતે સાથે સૂઈ જવાથી ફિઝિકલ રિલેશન ખુબ સારો રહે છે. જ્યારે તમે રાતે સૂઈ જાઓ છો ત્યારે તમારું બોડી હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે જેથી કરીને જ્યારે તમે પૂરેપૂરી એનર્જી સાથે ઉઠો છો ત્યારે શારીરિક સંતુષ્ટ મળવાની સંભાવના વધુ હોય છે. ડોક્ટર બ્રુસ કહે છે કે સવારના સમયે સેક્સ કરવું સૌથી સારો સમય હોય છે. 

આ બાજુ ડોક્ટર થામસ કહે છે કે અલગ અલગ શિડ્યૂલના કારણે મોર્નિક સેક્સ દરેક કપલ માટે સંભવ નથી. આથી લોકોએ પોતાના સેક્સ ટાઈમિંગ્સ અંગે રચનાત્મક થવાની જરૂર છે. તમે બપોરે પણ તમારા પાર્ટનર માટે સમય કાઢી શકો છો. 

ડોક્ટર થામસ કહે છે કે જો કે કપલ પોતાની સેક્સ લાઈફ સારી બનાવવા માટે પોતાની અનુકૂળતા મુજબ સમય કાઢી જ લે છે. જે કપલ્સ તણાવ દૂર કરવા માટે સેક્સ કરે છે તેમની સેક્સ લાઈફ લાંબા સમય સુધી સારી રહે છે. 

Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે