Home> LifeStyle
Advertisement
Prev
Next

Buttermilk: મનફાવે ત્યારે ખોટા સમયે ગટગટાવશો નહી છાશ, સ્વાસ્થ્ય માટે સાબિત થશે હાનિકારક

When To Drink Buttermilk: ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓનો ક્રેઝ અલગ જ રહે છે. આવી સ્થિતિમાં છાશ પીવી ખૂબ જ આનંદદાયક છે અને તેનાથી શરીરને ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે છાશ પીવાનો યોગ્ય સમય છે. કારણ કે ખોટા સમયે છાશ પીવાથી પણ તમને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ...

Buttermilk: મનફાવે ત્યારે ખોટા સમયે ગટગટાવશો નહી છાશ, સ્વાસ્થ્ય માટે સાબિત થશે હાનિકારક
Updated: Mar 10, 2024, 05:41 PM IST

Right Time For Buttermilk In Summers: ઉનાળો આવતા જ લોકોને ઠંડી વસ્તુઓના આદી થઇ જાય છે. આ સિઝનમાં વ્યક્તિ ફક્ત કૂલરની સામે બેસીને આરામ કરવા અને ઠંડા ખોરાક અને પીણાંનું સેવન કરવાનું મન કરે છે. એવામાં તમે ઘણા પ્રકારના પીણાં અને દહીં, છાશનું સેવન કરી શકો છો. ઘણા લોકો ભોજન સાથે કે પછી દહીં ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો છાશનું સેવન કરે છે. છાશ અંદરથી ઠંડકની સાથે શરીરમાં ઠંડક આપે છે. ઉનાળા માટે આ એક ઉત્તમ પીણું છે. છાશનું સેવન આપણને અનેક રોગોથી બચાવે છે.

Photos: નીતા અંબાણી કાળી બનારસી સાડી છે એકદમ ખાસ, સોનાની જરીથી કરી તૈયાર
એડલ્ટ સ્ટાર Sophia એ નાની ઉંમરને દુનિયાને કહ્યું અલવિદા, એપાર્ટમેન્ટમાંથી મળી બેભાન

તમને જણાવી દઈએ કે, છાશથી આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તેને પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. છાશમાં પોટેશિયમ, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો પણ જોવા મળે છે. પરંતુ આટલા બધા ગુણો હોવા છતાં શું તમે જાણો છો કે જો તમે ખોટા સમયે છાશ પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે, લોકો ઉનાળામાં ગમે ત્યારે છાશ પીવે છે. પરંતુ આજે અમે તમને તેને પીવાનો યોગ્ય સમય જણાવીશું...

આ કંપની આપી રહી છે દરરોજ 3GB ડેટા, Free Netflix અને આટલી વેલિડિટી, બીજું શું જોઇએ

છાશ પીવાનો યોગ્ય સમય કયો છે?
તમને જણાવી દઈએ કે, તમે દિવસના કોઈપણ સમયે છાશનું સેવન કરી શકો છો. પરંતુ છાશના વધુ ફાયદાઓ માટે તમારે હંમેશા ભોજન કર્યા પછી જ તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટને ઘણો ફાયદો થાય છે. હકિકતમાં છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આપણું મેટાબોલિઝમ પણ સુધારે છે. એટલા માટે તમે ખોરાક ખાધા પછી એક ગ્લાસ છાશ પીઓ.

Free LPG Cylinder: હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, કરોડથી વધુ પરિવારોને મોટી ભેટ
Petrol Pump Protest: આ શહેરોમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, વાહનોના થંભી જશે પૈડા

જમ્યા પછી છાશ પીવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે અને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે. તો બીજી તરફ તે પેટમાં બળતરાને પણ ઘટાડે છે અને એસિડિટીથી પણ રાહત આપે છે. જો તમે વધુ પડતો ખોરાક ખાધો હોય તો એક ગ્લાસ છાશ તમારા માટે રામબાણ છે. તેનાથી ખોરાક ઝડપથી પચી જાય છે. તમે દિવસમાં એક ગ્લાસ છાશ પી શકો છો. ધ્યાન રાખો કે આનાથી વધુ છાશ પીવાથી પણ સમસ્યા થઈ શકે છે.

આ 5 મોર્નિંગ ડ્રિંક્સ લટકતી ફાંદની 'હવા' કાઢી નાખશે, એક તો છે પોષક તત્વોનું પાવરહાઉસ
18 વર્ષ બાદ બુધ-રાહુનું મિલન, બે ગ્રહોનો સંયોગ કરાવશે લીલા લહેર, ચમકી જશે નસીબ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 

NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી
Buttermilk: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે