Home> LifeStyle
Advertisement
Prev
Next

Tips For Long Hair: વાળને ઝડપથી કમર સુધી લાંબા કરશે મીઠો લીમડો, 3 રીતે કરી શકો છો ઉપયોગ

Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો. 

Tips For Long Hair: વાળને ઝડપથી કમર સુધી લાંબા કરશે મીઠો લીમડો, 3 રીતે કરી શકો છો ઉપયોગ
Updated: Mar 30, 2024, 12:28 PM IST

Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં જ કરવામાં આવે છે. મીઠા લીમડાના ઉપયોગથી ભોજનનો સ્વાદ વધી જાય છે. જોકે આ મીઠો લીમડો વાળની લંબાઈને પણ ઝડપથી વધારે છે. હેર ગ્રોથ વધારવા માટે મીઠો લીમડો ઉપયોગી છે. મીઠા લીમડામાં વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો. 

આ પણ વાંચો: માથાના Dandruff ને 7 દિવસમાં દુર કરી દેશે આ ઘરેલુ નુસખા, અજમાવો 5 માંથી કોઈ એક

લીમડો અને એલોવેરા

વાળની લંબાઈ વધારવી હોય તો લીમડાનો ઉપયોગ એલોવેરા સાથે કરી શકો છો. તેના માટે એલોવેરા જેલમાં સાતથી આઠ લીમડાના પાનની પેસ્ટ ઉમેરી દો. હવે આ મિશ્રણને સારી રીતે વાળમાં લગાડો. એક કલાક પછી વાળને ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પેસ્ટ લગાડશો તો એક મહિનાની અંદર જ વાળ કમર સુધી લાંબા થઈ જશે.

આ પણ વાંચો: Flax Seed : રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી

દહીં અને લીમડો

દહીં વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેમાં તમે લીમડો ઉમેરો છો તો તેનાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. દહીંમાં મીઠા લીમડાની પેસ્ટ ઉમેરીને વાળમાં બરાબર લગાડો. 45 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ પેસ્ટ લગાડશો એટલે વાળની લંબાઈની સાથે ચમક પણ વધી જશે.

આ પણ વાંચો: એપ્રિલ મહિનાની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, મનાલી, ડેલહાઉસી ભુલાઈ જાશે

સરસવનું તેલ અને લીમડો 

વાળની ઝડપથી લાંબા કરવા માટે સરસવના તેલમાં લીમડો મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેના માટે સરસવના તેલમાં લીમડાના પાન ઉમેરી બરાબર ઉકાળો. ત્યાર પછી આ તેલ ઠંડુ કરી માથામાં લગાડો. વાળને શેમ્પૂ કરવાનું હોય તેની બે કલાક પહેલા આ તેલ લગાડવું. તમે રાત આખી પણ આ તેલને વાળમાં રાખી શકો છો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ રીતે તેલ લગાડશો એટલે વાળની લંબાઈ ઝડપથી વધવા લાગશે.

આ પણ વાંચો: ઘરે બનાવેલી બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે