Home> LifeStyle
Advertisement
Prev
Next

31 માર્ચે એક્સપાયર થનારી દવા કોઈ 1 એપ્રિલે ખાઈ લે તો શું થાય? ખાસ જાણો

31 માર્ચે એક્સપાયર થનારી દવા કોઈ 1 એપ્રિલે ખાઈ લે તો શું થાય? ખાસ જાણો

લોકો દવાઓની એક્સપાયરી ડેટને લઈને ખુબ ગંભીર રહે છ. જો કે તે સાચું પણ છે. પરંતુ શું એ સાચુ છે કે એક્સપાયરી ડેટ બાદ દવાઓ ઝેર બની જાય છે? શું 31 માર્ચના રોજ એક્સપાયર થનારી દવાઓ 1 એપ્રિલે ખાઈ શકાય? ખાસ જાણો. 

ક્યારેક ક્યારેક કોઈ બીમારી થઈ જાય કે કોઈ દુર્ઘટનામાં ઘાયલ થાય તો એવા સમયે દવાઓ જીવન બચાવવાનું કામ કરે છે. તે આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે. દવાઓને નિર્ધારિત માપદંડો પર તૈયાર કરવામાં આવે છે. અનેક પ્રકારની શારિરીક અને માનસિક બીમારીઓથી છૂટકારો મેળવવા માટે દવાઓ જ મદદ કરે છે. 

દવાઓ મામલે સતર્ક રહેવું
દવાઓ ખરીદતા અને તેને ઉપયોગમાં લેતી વખતે આપણે અનેક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. લોકો દવાઓની એક્સપાયરી ડેટ અંગે ખુબ ગંભીર રહે છે અને આ સાચુ પણ છે. જો કોઈ દવાઓ એક્સપાયર થઈ ચૂકી છે તો આપણે તેને ખાતા નથી. લોકોનું માનવું છે કે એક્સપાયર થઈ ગયા બાદ દવાઓ રિએક્શન કરી શકે છે કે પછી તે ઝેરનું કામ પણ કરી શકે છે. આવામાં એક્સપાયર દવાઓ ખાવાથી જીવનું જોખમ પણ આવી શકે છે. પરંતુ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? આવો જાણો...

શું એક્સપાયર ડેટ બાદ ઝેર બની જાય છે દવાઓ?
માની લો કે જો કોઈ દવાઓ 31 માર્ચના રોજ એક્સપાયર થઈ જાય તો તેને 1 એપ્રિલ કે ત્યારબાદ ખાઈ શકાય કે નહીં, તેનો ખુબ સીધો જવાબ છે. સૌથી પહેલી વાત તો એ છે કે એક્સપાયર ડેટ નીકળી ગયા બાદ તરત દવાઓ ઝેર બની જતી નથી. દુનિયાની તમામ દવા કંપની પોતાની દવાઓ પર જે એક્સપાયરી ડેટ નાખે છે તેનો અર્થ એ હોય છે કે એક્સપાયરી ડેટ બાદ તે દવાઓની સુરક્ષા અને પ્રભાવને લઈને કંપનીની કોઈ જવાબદારી નહીં હોય. તે તારીખ બાદ કંપનીની ગેરંટી ખતમ થઈ જાય છે. 

જાણીતી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને રેકેટમાં ધકેલતી

20 દિવસમાં પરિવાર સહિત પિતાનો ફ્લેટ ખાલી કરો', જાણો હાઈકોર્ટે કેમ આપ્યો આવો આદેશ?

જાણીતી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને રેકેટમાં ધકેલતી

એક્સપાયરી ડેટ ગયા બાદની દવાઓ  ખાઈ લે તો શું કરવું?
જો વાત કરીએ કે એક્સપાયર થઈ ગયેલી દવાઓ ખાઈ શકાય કે નહીં? તો તેના પર યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સલાહ આપે છે કે એક્સપાયર થઈ ચૂકેલી દવાઓને ક્યારેય ખાવી જોઈએ નહીં. તેમાં ઘણું રિસ્ક હોઈ શકે છે. દવાઓ મામલે આપણે બધાએ ખુબ સતર્ક રહેવું જોઈએ. જો તમે ભૂલથી પણ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી દવાઓ ખાઈ લો તો તેને ગંભીરતાથી લો અને તરત ડોક્ટરનો સંપર્ક કરો. ઘરમાં રાખેલી દવાઓને નાના અને નાસમજ બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More