Home> LifeStyle
Advertisement
Prev
Next

ફરવા માટે ઓછું છે બજેટ? ઓછા પૈસામાં 'સ્વર્ગ' જેવો અનુભવ કરાવશે આ 4 સ્થળો, ખાસ જાણો 

એમા કોઈ બેમત નથી કે મોંઘવારીના આ જમાનામાં એવું કોઈ ડેસ્ટિનેશન મળવું ખુબ મુશ્કેલ છે. જ્યાં સસ્તામાં બધું પતાવટ જઈ જાય અને તમારી પાસે સુંદર યાદો પણ હોય. જો કે એક સાથે આટલું મળવું થોડું મુશ્કેલ છે પરંતુ જો તમે ઈચ્છો તો આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. 

ફરવા માટે ઓછું છે બજેટ? ઓછા પૈસામાં 'સ્વર્ગ' જેવો અનુભવ કરાવશે આ 4 સ્થળો, ખાસ જાણો 

સવારથી લઈને સાંજ સુધી તમે જ્યારે ભાગદોડવાળી જિંદગી જીવતા હોવ તો રાહતભરી કેટલીક પળો તમારે માણવી જરૂરી બને છે. તમારા પરિવાર તમારા જીવનસાથી કે મિત્રો સાથે રજાઓ ગાળવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન શોધવામાં અનેકવાર મુશ્કેલી નડતી હોય છે કારણ કે ક્યારેક સ્થળ ગમે તો બજેટ વધી જાય અને ક્યારેક બજેટમાં ફીટ હોય તો સ્થળમાં તમને કદાચ મજા ન આવતી હોય. જો  આવું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તેમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું કે જેનાથી તમે કોઈ પણ ટેન્શન વગર આરામથી રજાઓ પણ ગાળી શકશો અને બજેટ પણ નહીં નડે. 

પોંડિચેરી
જ્યારે પણ પોંડિચેરીની વાત આવે તો સૌથી પહેલા મનમાં સુંદર પ્રાચીન સમુદ્ર તટ, ભવ્ય મંદિર અને શાનદાર ચર્ચોની છબી મનમાં ઘૂમ્યા કરે. જો કે પોંડિચેરી રસપ્રદ અને ભવ્ય હોવાની સાથે સાથે રોમાંચ અને મસ્તીભર્યું પણ છે. આ જગ્યા એવા કપલ્સ માટે એકદમ મસ્ત છે જે ભાગદોડવાળા જીવનથી બહાર આવીને થોડો સમય શાંતિમાં પસાર કરવા માંગે છે. પોંડિચેરી જવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી લઈને માર્ચ સુધી છે. અહીં તમે 3 થી 4 દિવસ વેકેશન પ્લાન કરી શકો છો. 

fallbacks

કોડાઈકેનાલ
ઉટીને ક્વીન ઓફ હિલ સ્ટેશન કહેવામાં આવે છે. તો કોડાઈકેનાલને પ્રિન્સેસ ઓફ  હિલ સ્ટેશન પણ કહે છે. પાલની રેન્જની પર્વતમાળામાં વસેલુ કોડાઈકેનાલ હનીમૂન કપલ્સ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. કારણ કે સી લેવલથી 2133 મીટરની ઊંચાઈ પર આવેલા આ કોડાઈકેનાલનું હવામાન  હંમેશા સોહામણું રહે છે. અહીં ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી લઈને જુલાઈ વચ્ચે છે. અહીં તમે 3-4 દિવસ ફરવાનું પ્લાનિંગ કરી શકો છો. 

fallbacks

દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળના ઉત્તર  ભાગમાં આવેલું દાર્જિલિંગ એક ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે. આ જગ્યા સ્વર્ગથી જરાય કમ નથી. સૂર્યોદય દરમિયાન આ શહેર બરફથી ઢંકાયેલા કંચનજંગાની શાનદાર પ્રસ્તુતિ કરે છે. જેને જોઈને દરેક પર્યટક મંત્રમુગ્ધ થાય છે. અહીં એક દિવસ રહેવાનો ખર્ચો 1100થી લઈને 1500 વચ્ચે આવે છે. દાર્જિલિંગ ફરવા માટે સૌથી સારો સમય એપ્રિલથી લઈને જૂન સુધીનો છે. તમે ઈચ્છો તો ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી વચ્ચે પણ અહીં પ્લાન કરી શકો છો. 

fallbacks

ઉદયપુર
રાજસ્થાના ઉદયપુર શહેરને કદાચ ગુજરાતીઓ તો ન જાણતા હોય તેવું ભાગ્યે જ બને. સાથી સાથે ફરવા માટે આ શહેર એકદમ પરફેક્ટ છે. આ શહેરને લેકનું શહેર પણ કહે છે. આ શહેર પોતાના રોચક ઈતિહાસ ઉપરાંત દર્શનીય સ્થળો અને મહેલો માટે જાણીતું છે. આવામાં જો તમે પણ પાર્ટનર સાથે ઉદયપુર ફરવા માંગતા હોવ તો પિછોલા ઝીલમાં બોટમાં જરૂર બોટિંગની મજા માણજો. પિછોલા ઝીલ, સિટી પેલેસ, ફતેહપુર સાગર, વિન્ટેજ કાર સંગ્રહાલય, એકલિંગજી મંદિર અહીંના પ્રમુખ આકર્ષણો છે. અહીં એક દિવસનો ખર્ચો ઓછામાં ઓછો 1000થી લઈને 1500 રૂપિયાની આજુબાજુ હોય છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More