Home> LifeStyle
Advertisement
Prev
Next

Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી, લાલ, લીલા રંગનો ગયો જમાનો

લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન એ જ સતાવે છે કે કેવા કપડા પહેરવા અને તે પણ કયા રંગના પહેરવા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં હંમેશા લાલ, મરુન, લીલા કે ગુલાબી રંગને જ વધુ મહત્વ અપાય છે. તેમાં પણ લાલ રંગ લગભગ લગ્નમાં દરેકની પહેલી પસંદ હોય છે. જો કે સમય સાથે બધુ જ બદલાતું રહે છે અને એટલે જ હવે લોકોની ચોઈઝ પણ બદલાય ગઈ છે. લોકો લાલ રંગ છોડી લઈટ રંગ વધુ પસંદ કરે છે. ખાસ કરીને મેરેજમાં બ્રાઈડલ હવે લાઈટ રંગ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ હાલ તો વ્હાઈટ રંગનો ક્રેઝ વધી ગયો છે. દુલ્હનોમાં વ્હાઈટ રંગ પહેલી પસંદ બની ગયો છે. જો તમે પણ વ્હાઈટ રંગ પહેરવા માગો છો તો લઈ લો આ ટિપ્સ.

Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી, લાલ, લીલા રંગનો ગયો જમાનો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે લગ્નમાં દુલ્હનના બ્રાઈડન વેરનું સ્પેશિયલ કલેક્શન પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. ઓનલાઈન માર્કેટ હોય કે પછી મોલ અને ક્લોથ માર્કેટ દરેક જગ્યાએ હાલ બ્રાઈડલ વેરની અલગ અલગ વરાઈટી જોવા મળી રહી છે. એક સમય હતો ત્યારે લાલ, લીલા અને પીળા રંગના લગ્ન જોડા (લહેંગા)ની ફેશન ચાલતી હતી. જોકે, હવે આ ફેશન આઉટ ડેટેડ થઈ ગઈ છે. હવે બજારોમાં સફેદ રંગના બ્રાઈડલ વેરની ધૂમ જોવા મળી રહી છે.

fallbacks

Biden એ ભારતવંશીને સોંપી NASA ની કમાન: ભારતીય મૂળનાં ભવ્યા લાલ બન્યા US સ્પેસ એજન્સીનાં કાર્યકારી પ્રમુખ

આ દિવસોમાં બ્રાઈડલમાં સફેદ ચોલીનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. સામાન્ય યુવતીઓ જ નહીં પરંતુ સેલીબ્રિટી પણ વ્હાઈટ ચોલીને ખૂબ ટ્રાઈ કરી રહી છે. હાલમાં જ નતાશા દલાલ સાથે વરુણ ધવન લગ્નના બંધનમાં જોડાયા. આ મોકા પર નતાશાએ વ્હાઈટ કલરની ચોલી પહેરી હતી. જો તમારા લગ્ન થવાના છે તો તમે રેડ સિવાય કંઈક અલગ ટ્રાઈ કરવા માંગો છો તો વ્હાઈટ બ્રાઈડલ ચોલી સૌથી બેસ્ટ ઓપ્શન છે.

Britain: કોર્ટનો નિર્ણય- યુવક ક્યારે અને કોની સાથે કરશે સેક્સ, પહેલા પોલીસને જણાવવું પડશે

આજે અમે તમને કેટલાક વ્હાઈટ બ્રાઈડલ ચોલી બતાવીશું, જેમાં તમે તમારી પસંદની ચોલી સીલેકટ કરી શકો છો. વ્હાઈટ ચોલીમાં દુલ્હન એકદમ સ્ટનિંગ, એલિગંટ અને યૂનિક લાગે છે. વ્હાઈટ કલર જે તમને ટ્રેડીશનલ લૂક પણ આપશે અને ખાસ એટ્રેકશન પણ આપશે. બ્રાઈડલ વિયરની શોપિંગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે ચોલી ફકત વ્હાઈટ પસંદ ન કરો પરંતુ રેડ, મરુન, પિંક, ગ્રીન અથવા ગોલ્ડ એમ્બ્રોઈડરી વર્કવાળી વ્હાઈટ ચોલી પસંદ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More