Home> LifeStyle
Advertisement
Prev
Next

Benefits of sleeping naked: શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો

કપડા વગર સૂવાથી તમારા શરીરના હોર્મોનને ખૂબ ફાયદો થાય છે. શરીરનો ન્યૂનતમ તાપમાન આપણા હોર્મોન્સના વિકાસ માટે લાભદાયી હોય છે અને એવામાં જેટલા આપણા શરીરના હોર્મોન્સનો વિકાસ થશે અને સાથે વાળ પણ સુંદર હોય છે.

Benefits of sleeping naked: શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો

નવી દિલ્હીઃ આપણે બધા જાણીએ છીએ કે ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કપડા વગર સૂવું પણ આપણા માટે ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કપડા કાઢીને ઉંઘવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે.  પુરુષો અને સ્ત્રીઓને પણ વિશેષ લાભ થાય છે. ચાલો જાણીએ કપડાં વગર સૂવાના ફાયદા. સ્વાસ્થ્યના નિષ્ણાંતો અનુસાર સૂતા સમયે કપડા પહેરીને સૂઇ જવાથી કપડાના કારણે આપણા શરીરની હીટ એટલે કે તાપ બહાર નીકળી શકતો નથી, તેના કારણે આપણાને સૂવામાં પરેશાની થાય છે અને જ્યારે કપડા વગર સૂઇ જઇએ તો શરીરનો તાપ ઓછો થાય છે અને આપણાને ઊંઘ જલદી અને ખૂબ સારી આવે છે.

કપડા વગર સૂવાથી તમારા શરીરના હોર્મોનને ખૂબ ફાયદો થાય છે. શરીરનો ન્યૂનતમ તાપમાન આપણા હોર્મોન્સના વિકાસ માટે લાભદાયી હોય છે અને એવામાં જેટલા આપણા શરીરના હોર્મોન્સનો વિકાસ થશે અને સાથે વાળ પણ સુંદર હોય છે. કપડા પહેર્યા વગર સૂવાથી અંગમાં સંક્રમણ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. જ્યાં પરસેવો વધારે થાય છે. જેથી તમે ઇન્ફેક્શનથી પણ બચી શકો છો.

કપડા પહેર્યા વગર સૂવાના ફાયદા જાણો:
1- SLEEP FOUNDATION અનુસાર, આપણું શરીર સર્કેડિયન રિધમ પ્રમાણે ચાલે છે. આ રિધમ શરીરની ગરમી અને ઠંડક પર આધાર રાખે છે. તમારે ઉંઘ માટે 66 થી 70 ડિગ્રી ફેરનહીટ તાપમાન યોગ્ય માનવામાં આવે છે. તેથી, કપડાં વગર સૂવું તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને સારી ઉંઘ આપે છે.

2- SLEEP FOUNDATION જણાવે છે કે કપડાં વગર સૂવું મહિલાઓને કેન્ડિડા યીસ્ટ ઇન્ફેક્શનથી રક્ષણ પૂરું પાડી શકે છે. કારણ કે, આ ચેપ ચુસ્ત અને કૃત્રિમ અન્ડરવેર પહેરવાને કારણે અપૂરતા હવાના પ્રવાહને કારણે થાય છે. તેથી સ્ત્રીઓ આ રીતે સૂવાથી યોનિમાર્ગની ખંજવાળ અને કેન્ડીડા ચેપને કારણે થતા દુખાવાથી રક્ષણ મેળવી શકે છે.

3- SLEEP FOUNDATIONના જણાવ્યા અનુસાર કપડા વગર સૂવું પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે ઘણા સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે અન્ડરવેર પહેરવાથી અંડકોશનું તાપમાન વધે છે, જે શુક્રાણુઓની ગુણવત્તાને ખરાબ કરે છે. અંડકોશનું તાપમાન ઓછું અથવા સામાન્ય રાખવામાં આવે છે, તો તે વીર્યની ગુણવત્તા અને જથ્થામાં સુધારો કરે છે.

નગ્ન સૂવાના અન્ય સ્વાસ્થ્ય લાભોઃ
1- સારી ઉંઘ લેવાથી ત્વચા પણ સ્વસ્થ બને છે.
2-વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
3- આત્મસન્માન વધી શકે છે.
4- જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બને છે.

રાત્રે સૂતી વખતે ભલે તમે ગમે તેવા આરામદાયક કપડા પહેરો છો, પરંતુ તે તમારા શરીરને તમને જોઈતી અનુકૂળતા નહીં આપી શકે.  ઊંઘ માટે શરીર ને ઠંડા વાતાવરણ ની જરૂર પડે છે. તો આમ જોવા જઈએ તો એક તમારા કપડા, બીજું તમારી ઓઢવાનો ધાબળો અને ચાદર થી શરીર નો તાપમાન વધવા લાગે છે, જેથી આપણને ઊંઘનું જોઈતું વાતાવરણ મળતું નથી..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More