Home> LifeStyle
Advertisement
Prev
Next

શરીરની આ જગ્યા હોય છે સૌથી ગંદી.. નહાયા પછી પણ નથી થતી સાફ, હજારો બેક્ટેરિયા હોય છે અહીંયા...

Belly Button: શરીરનું આ અંગ એવું હોય છે જ્યાં અરબો બેક્ટેરિયા રહે છે. શરીરનું આ અંગે સૌથી ગંદુ પણ હોય છે. લાખ પ્રયત્ન કરો તો પણ આ અંગ સાફ રાખી શકાતું નથી. આ જગ્યાને બેક્ટેરિયામુક્ત કરવી પોસિબલ પણ નથી.

શરીરની આ જગ્યા હોય છે સૌથી ગંદી.. નહાયા પછી પણ નથી થતી સાફ, હજારો બેક્ટેરિયા હોય છે અહીંયા...

Belly Button: આપણે રોજ સારા કપડા પહેરીએ, સારું ભોજન કરીએ પરંતુ જો વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવામાં ન આવે તો તેની ખરાબ અસર શરીર પર દેખાવા લાગે છે. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે નિયમિત સ્નાન કરવામાં આવે છે. નહાવા માટે સાબુ, બોડી વોશ, શેમ્પૂ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો શરીરના એક મહત્વના અંગની સફાઈ પર ધ્યાન આપતા નથી.

આ પણ વાંચો: રવામાં, મેંદામાં કે ચણાના લોટમાં નહીં પડે ધનેડા, સ્ટોર કરવા માટે ફોલો આ ટીપ્સ

કલાકો સુધી નહાયા પછી પણ શરીરની એક જગ્યા છે જે ગંદી જ રહી જાય છે. શરીરના દરેક અંગને સાફ કરનાર વ્યક્તિ પણ આ જગ્યાની સફાઈ ભુલી જાય છે. શરીરનું આ અંગ એવું હોય છે જ્યાં અરબો બેક્ટેરિયા રહે છે. શરીરનું આ અંગે સૌથી ગંદુ પણ હોય છે. લાખ પ્રયત્ન કરો તો પણ આ અંગ સાફ રાખી શકાતું નથી. આ જગ્યાને બેક્ટેરિયામુક્ત કરવી પોસિબલ પણ નથી.

આ પણ વાંચો: ચોખાનુ પાણી ફેંકવાનું બંધ કરી લગાડો ચહેરા પર, પાર્લરના ખર્ચા વિના ચહેરા પર વધશે ગ્લો

વર્ષ 2012 માં થયેલા એક સંશોધન અનુસાર આપણા શરીરની નાભિ આ અંગ છે. નાભિમાં 2000થી વધુ બેક્ટેરિયા હોય છે. શરીરના આ અંગમાં સૌથી વધુ પરસેવો થાય છે. જેને સાફ કરવું સરળ નથી. શરીરના આ અંગમાંથી વાસ પણ આવે છે અને આ જગ્યા બેક્ટેરિયા માટે આદર્શ પ્રજનન સ્થળ હોય છે. 

આ પણ વાંચો: સવારે જાગીને ઠંડા પાણીથી ચહેરો ધોવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા મળે છે Instant Glow

ત્વચા વિશેષજ્ઞોનું કહેવું છે કે જે લોકોનું વજન વધારે હોય, ટાઈપ 2 ડાયાબિટીસ હોય તેમણે નાભિની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેની સફાઈ માટે વોશક્લોથનો ઉપયોગ કરી શકાય છે. કપડાને ગરમ પાણીમાં બોળી નાભિની સફાઈ કરવી જોઈએ.

આ સિવાય જો અચાનક નાભિમાં ખંજવાળ આવવા લાગે, સ્કીન લાલ થઈ જાય, દુર્ગંધ આવે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More