Home> LifeStyle
Advertisement
Prev
Next

ઉનાળાની સ્કીન પ્રોબ્લેમથી છુટકારો અપાવતી સરળ Tips

ઉનાળામાં ખીલ, ટેનિંગ અને શુષ્ક ત્વચા જેવી અનેક સમસ્યા સતાવતી હતી. ત્વચાને લગતી આ સમસ્યાનું મુખ્ય કારણ છે તડકો, ગરમી અને જીવનશૈલી. આપણા ખાનપાન અને જીવનશૈલીની અસર ચહેરા પર પડે છે. 

ઉનાળાની સ્કીન પ્રોબ્લેમથી છુટકારો અપાવતી સરળ Tips

નવી દિલ્હી : ઉનાળામાં ખીલ, ટેનિંગ અને શુષ્ક ત્વચા જેવી અનેક સમસ્યા સતાવતી હતી. ત્વચાને લગતી આ સમસ્યાનું મુખ્ય કારણ છે તડકો, ગરમી અને જીવનશૈલી. આપણા ખાનપાન અને જીવનશૈલીની અસર ચહેરા પર પડે છે. પાણીની ઉણપ, ગરમ હવા અને જંક ફૂડ ચહેરાની રોનક છીનવી લે છે. જોકે લાઇફસ્ટાઇલમાં નાનો ફેરફાર કરીને ત્વચાની ચમક જાળવી શકાય છે. આ વિશે માહિતી આપે છે સ્કિનક્યોર ક્લિનિકના ત્વચા રોગ વિશેષજ્ઞ ડો. બી.એલ. જાંગિડ.

1. વધારેને વધારે પાણી પીઓ : વધારે તાપમાનને કારણે ઘરની બહાર વધારે રહેવું પડે ત્યારે શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આના કારણે માથાનો દુખાવો તેમજ ચક્કરની સાથેસાથે ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે. આનાથી બચવા માટે રોજ ઓછામાં ઓછું 10 ગ્લાસ પીવું જોઈએ. જો તમે ચા કે કોફી જેવા પીણાં પીતા હોય તો એના કરતા ત્રણ ગણું વધારે પાણી પીવું જોઈએ. 

2. મેકઅપ સાથે ન સુઓ : ઉનાળામાં મેકઅપ ઉતાર્યા વગર ક્યારેય ન સુવું જોઈએ. જો આવું કરાય તો ખીલ થઈ શકે છે અને ત્વચા પર પિગ્મેન્ટેશન જેવી સમસ્યા સર્જાઈ શકે છે. 

3. પુરતું મોશ્ચરાઇઝેશન : ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ક્યારેય ન ભુલો. તમારી ત્વચા જેટલી ડ્રાઇ હશે એટલું જ એને વધારે નુકસાન થશે. આમ, ઉનાળામાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ક્યારેય ન ભુલો. 

4. સ્ક્રબનો ઉપયોગ ટાળો : ચહેરો અને ત્વચા સાફ કરવા માટે સોફ્ટ ક્લિન્સર વાપરો. ત્વચાને બહુ ઘસીઘસીને સાફ કરવાથી નુકસાન થાય છે. 

5. સ્ક્રિનકેયર ટ્રીટમેન્ટ : એવી અનેક સુવિધા અને ટ્રીટમેન્ટ છે જે ત્વચાને સાફ અને ક્લિયર રાખવાની સાથેસાથે એની સ્વસ્થતાનું પણ ધ્યાન રાખે છે. પાર્લરમાં ક્લિન અપ ફેશિયલ તેમજ ક્લેરિફાઇંગ ફેશિયલ ફાયદાકારક છે. 

6. કાર્બન પીલ ટ્રીટમેન્ટ : ડર્મેટોલોજિસ્ટ પાસેથી કાર્બન પીલ ટ્રીટમેન્ટ લેવાથી ત્વચાને બહુ ફાયદો થાય છે. એનાથી ત્વચા પર રહેલા ધાબા અને નિશાન મટી જાય છે. આના કારણે ચહેરા પરના નાના વાળ પણ પ્રાકૃતિક રીતે બ્લિચ થઈ જાય છે. 

લાઇફસ્ટાઇલને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More