Home> LifeStyle
Advertisement
Prev
Next

આંખો નીચે પડી ગઈ છે કરચલીઓ, તો આ ઉપાયથી થશે સમસ્યાનું સમાધાન

વધતી જતી ઉંમર સાથે ચહેરા અને આંખો પર કરચલિયો પડવી તે સામાન્ય વાત છે. પરંતુ આંખો નીચે સમય પહેલાં જ જો કરચલિયો પડવા લાગે તો સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, જો તમે સમયસર તેનો ઉપાય નથી કર્યો તો તે વધતાં વાર નહીં લાગે.

આંખો નીચે પડી ગઈ છે કરચલીઓ, તો આ ઉપાયથી થશે સમસ્યાનું સમાધાન

નવી દિલ્લીઃ વધતી જતી ઉંમર સાથે ચહેરા અને આંખો પર કરચલિયો પડવી તે સામાન્ય વાત છે. પરંતુ આંખો નીચે સમય પહેલાં જ જો કરચલિયો પડવા લાગે તો સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, જો તમે સમયસર તેનો ઉપાય નથી કર્યો તો તે વધતાં વાર નહીં લાગે. અને તેની સીધી જ અસર તમારી સુંદરતા પર પડશે. આંખો નીચે કરચલિયો તમારી ઉંમરને વધારે દેખાડે છે. અને ચહેરો પણ બિમાર હોય તેવો લાગે છે. જો કે, આજકાલ બજારમાં એવા પ્રોડક્ટ્સ મળે છે જે આ સમસ્યા સામે કામે કરે. પરંતુ આ પ્રોડક્ટથી ફરક પડશે જ તેવું ચોક્કસપણે ન કહી શકાય. ત્યારે આજે અમે તમને અમુક એવા ઘરેલું ઉપાય જણાવીશું તે આંખો નીચે પડેલી કરચલિયો દૂર કરવામાં મદદ કરશે. 

ટામેટાંઃ
ટામેટાં તમારી સ્કિનને સુંદર બનાવવાની સાથે સાથે કરચલિયો દૂર કરવામાં પણ મદદ કરે છે. ટામેટાંના પલ્પમાં લીંબુના રસના અમુક ટીપા નાખીને પેસ્ટ બનાવો અને જ્યાં કરચલિયો પડી છે ત્યાં લગાવો. અડધો કલાક બાદ તેને સાફ કરી લો.

ગ્રીન ટીઃ
ગ્રીન ટી બેગ્સને વાપર્યા બાદ ફ્રિઝમાં રાખી દો. આ બેગ્સ ઠંડી થયા બાદ તેને આંખો પર રાખો. તેનાથી તમારી કરચલિની સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય દરરોજ ચારની જગ્યાએ ગ્રીન ટી પીવો. 

એવોકાડોઃ
એવોકાડોનું પલ્પ કાઢીને સારી રીતે મિક્સ કરો. તેને પોતાની આંખોની આસપાસ લગાવીને મસાજ કરો. લગભગ 15-20 મિનિટ લગાવીને રાખો. તે બાદ પાણીથી સાફ કરી લો. આવું કરવાથી તમને સારું રિઝલ્ટ મળશે.

બદામનું તેલઃ
કરચલિની સમસ્યાને દૂર કરવા માટે બદામનું તેલ પણ રામબાણ ઉપાય માનવામાં આવે છે. દરરોજ સૂતા પહેલાં મોઢાને સારી રીતે ધોઈ લો અને આંખોની આસપાસ બદામના તેલથી મસાજ કરો. હળવા હાથથી મસાજ કરવી. તેને રાતે લગાવેલું જ રાખો. આવું કરવાથી કરચલિ અને ડાર્ક સર્કલની સમસ્યામાંથી રાહત મળશે. 

વધારે પાણી પીવોઃ
પાણીની કમીના કારણે પણ સ્કિન બેજાન થઈ જાય છે. સ્કિનને હેલ્દી રાખવા માટે ભરપૂર માત્રામાં પાણી પીવો. પાણી પીવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે. અને કરચલિ સહિતની સમસ્યા નથી થતી. ગરમીમાં શરીરને વધારેમાં વધારે પાણીની જરૂર હોય છે. ત્યારે દિવસમાં ઓછામાં ઓછું 4 લિટર પાણી પીવો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More