Home> LifeStyle
Advertisement
Prev
Next

કચરાના ઢગમાંથી ઉપાડેલાં જેવા લાગતા આ બૂટ ની કિંમત કેમ છે 48 હજાર રૂપિયા? જાણો

બલેનસિયાગાના આ બૂટ જલ્દીથી કેટલા દેશના સ્ટોરમાં તમને મળી રહેશે. પરંતુ, આ બૂટ અંગે યૂઝર્સ કંપનીને ટાર્ગેટ કરી રહ્યા છે.

કચરાના ઢગમાંથી ઉપાડેલાં જેવા લાગતા આ બૂટ ની કિંમત કેમ છે 48 હજાર રૂપિયા? જાણો

નવી દિલ્લીઃ લગ્ઝરી અને ફેશન કંપની બલેનસિયાગાએ એક એવા બૂટ બનાવ્યા છે, જેના કારણે લોકોએ કંપનીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. બલેનસિયાગાએ પેરિસ સ્નીકર કલેક્શન લોન્ચ કર્યું છે. હક્કિતમાં આ કલેક્શન હેઠળ જે બૂટ સામેલ કરવામાં આવ્યા છે કે ઘસાયેલા અને ફાટેલા નજર આવે છે. અને આ ઘસાયેલા, ફાટેલા દેખાતા બૂટની 100 જોડી લીમીટેડ એડિશન કલેક્શનમાં લોન્ચ કર્યા છે. આ બૂટની કિંમત 48 હજાર રૂપિયા છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ કચરાના ઢગલામાંથી કાઢવામાં આવ્યા છે.

કંપનીએ આ કારણથી કલેક્શન કર્યું લોન્ચ-
બલેનસિયાગાએ આ બૂટ લોન્ચ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ક્લાસિક ડિઝાઈન છે, જે મધ્યકાલિન એથલેટિક્સને પ્રદર્શિત કરે છે. આ બૂટ કાળા, સફેદ, લાલ રંગમાં છે. આના સોલ અને આગળના ભાગમાં સફેદ રબર લાગેલું છે. આ બૂટને જોતા એવું પણ લાગે કે પહેલા કોઈએ આ બૂટ પહેર્યા હશે.

ઈન્ટનેટ પર બૂટની ઉડાવાઈ મજાક-
જે સમયે આ બૂટ ઑનલાઈન સેલ માટે ઓપન થયા, સોશિયલ મીડિયા યૂઝર્સનું મગજ પણ ચકરે ચઢ્યું. કેટલાક યૂઝર્સે કહ્યું કે બલેનસિયાગાના આ શૂઝ રિલીઝ કરી લોકોને ટ્રોલ કરવામાં આવ્યા છે.
ત્યારે, કેટલાક યૂઝર્સે તો એવું કહી દીધું કે બિખારીઓના બૂટથી પણ ખરાબ આ બૂટ છે. તો કોઈએ લખ્યુ કે, બલેનસિયાગાએ આ બૂટ ખરીદીને આગમાં ફેંકી દીધાને હવે વેચવા કાઢ્યા છે.

હાલમાં આ બૂટ યુરોપિયન માર્કેટ્સમાં મોજૂદ છે. ત્યારે, મીડલ ઈસ્ટ અને અમેરિકાના સ્ટોર્સમાં આ બૂટ 16 મેથી એટલેકે, આજથી જ અવેલેબલ થઈ ગયા છે, ત્યારે જાપાનમાં 23 મેથી મળશે. ઑનલાઈન સ્ટોર પરથી વિશ્વભરના લોકો આ બૂટ ખરીદી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More