Home> LifeStyle
Advertisement
Prev
Next

હોઠ કાળા પડી જાય છે? તો આ ઉપાયથી હંમેશા હોઠ રહેશે ફૂલ ગુલાબી! મધમસ્ત હોઠ જોઈ શાયર બની જશે પાર્ટનર!

ગુલાબની પાંખડી જેવા કોમળ અને ગુલાબી હોઠની ચાહત તો દરેક સ્ત્રીને હોય છે, પણ ઘણાં કારણોથી હોઠોની રંગત છીનવાઈ જતી હોય છે. ત્યારે સૌથી પહેલાં એ જાણવું જરૂરી બને છે કે એવી કઈ આદતો છે જેને કારણે હોઠ કાળા પડી જાય છે અને બીજું હોઠને હંમેશા ગુલાબી રાખવા માટે શું કરવું જોઈએ. તો આ અંગેની સચોટ માહિતી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

હોઠ કાળા પડી જાય છે? તો આ ઉપાયથી હંમેશા હોઠ રહેશે ફૂલ ગુલાબી! મધમસ્ત હોઠ જોઈ શાયર બની જશે પાર્ટનર!

નવી દિલ્લીઃ ગુલાબની પાંખડી જેવા કોમળ અને ગુલાબી હોઠની ચાહત તો દરેક સ્ત્રીને હોય છે, પણ ઘણાં કારણોથી હોઠોની રંગત છીનવાઈ જતી હોય છે. ત્યારે સૌથી પહેલાં એ જાણવું જરૂરી બને છે કે એવી કઈ આદતો છે જેને કારણે હોઠ કાળા પડી જાય છે અને બીજું હોઠને હંમેશા ગુલાબી રાખવા માટે શું કરવું જોઈએ. તો આ અંગેની સચોટ માહિતી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

ખાસ કરીને કેફિનનું અધિક સેવન, સ્મોકિંગ, સૂરજના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો, પ્રદૂષણ, ઠંડી ઋતુ, ખરાબ ગુણવત્તા ધરાવતી લિપસ્ટિક વગેરે જેવી કેટલીક ખરાબ આદતોને કારણે હોઠ કાળા પડી જાય છે. તદુપરાંત હોઠને આનાકર્ષક બનાવતાં અન્ય પરિબળો પણ છે, જેવાં કે પાણીનું અપર્યાપ્ત સેવન, વધતી ઉંમર, ખરાબ લાઈફસ્ટાઈલ, વિટામિન્સની અને આયર્નની ઉણપ વગેરે.

હોઠની રંગત જાળવી રાખવા માટે રાત્રે સૂતા પહેલા હોઠ ઉપર મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. તડકામાં બહાર નીકળો ત્યારે સનપ્રોટેક્ટિંગ લિપ બામનો ઉપયોગ કરો. શુગર સ્ક્રબથી સપ્તાહમાં એક વાર હોઠને એક્સફોલિયેટ કરો. જો તમારા હોઠ ખૂબ શુષ્ક, દાગ ધરાવતા અને બેરંગ થઈ ગયા હોય તો અહીં જણાવેલા ઘરેલુ નુસખાની મદદથી તમે મેળવી શકો છો કોમળ, ગુલાબી, સુંદર હોઠ.

દૂધ અને ગુલાબની પાંખડીઓઃ
ગુલાબ જેવા ગુલાબી હોઠ મેળવવા ગુલાબની પાંખડીઓથી વધુ સારું બીજું શું હોઈ શકે? કાચા દૂધમાં ગુલાબી રંગના ગુલાબના તાજી પાંખડીઓ નાંખીને પીસી લો. આ પેસ્ટને દરરોજ હોઠ પર લગાવો. 15 મિનિટ પછી હોઠને ભીનાં કોટન કપડાંથી સાફ કરી લો. દૂધ હોઠને મોઈશ્ચરાઈઝ કરશે અને ગુલાબની પાંખડીઓ હોઠને બનાવશે ગુલાબી અને કોમળ.

બીટઃ
પિગ્મેન્ટેડ હોઠથી છૂટકારો મેળવવા ગુલાબી રંગના બીટનો ઉપયોગ કરો. બીટને ક્રશ કરી તેનો જ્યુસ કાઢો અને તેને હોઠ ઉપર લગાવો. હોઠને મળશે સુંદર, ગુલાબી રંગત. બીટમાં રહેલ બેટાનિન એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે. વળી તે હોઠ પરના દાગ- ધબ્બા દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

લીંબુ અને મધઃ
લીંબુ ટેનિંગને દૂર કરવામાં અને મધ હોઠને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો અને તેને આંગળીની મદદથી રોજ હોઠ પર લગાવો. તેને લૂછવાની જરૂર નથી. તે લિપ ગ્લોસ જેવી અસર કરશે અને હોઠને મુલાયમ, કોમળ, બેદાગ બનાવશે.

દાડમઃ
એક ટેબલસ્પૂન દાડમનાં દાણાને પીસી લો અને તેમાં થોડું કાચું દૂધ ભેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને હોઠ પર લગાવો. દસ મિનિટ પછી ભીનાં કોટન કપડાંથી હોઠ લૂછી લો. દાડમમાં રહેલું વિટામિન સી હોઠ પરના દાગ દૂર કરે છે અને હોઠની રંગતને નિખારે છે.

બટાકાઃ
બટાકામાં રહેલ એન્ઝાઈમ્સ ચહેરાની અને હોઠની અસમાન રંગતને દૂર કરે છે અને તેના પર પડેલા દાગને પણ દૂર કરે છે. રાત્રે સૂતા પહેલાં બટાકાના ટુકડાને હોઠ ઉપર રગડો અને તેને એમ જ રહેવા દો. સવારે ઊઠીને હૂંફાળા પાણીથી હોઠ સાફ કરી દો. થોડા જ દિવસોમાં તમારા હોઠનો અસમાન રંગ, દાગ- ધબ્બા બધું દૂર થઈ જશે અને હોઠની કાળાશ દૂર થઈ તે સુંદર, ગુલાબી બનશે.

આ 5 ખરાબ આદતો તમારા હોઠ ને કાળા કરી શકે છે-
1) મૃત ત્વચાને કારણે હોઠ પડી શકે છે કાળા
2) દવાઓની આડ અસરથી  પડી શકે છે કાળા
3) લિપસ્ટિક નો વધુ પડતો ઉપયોગ
4) ધૂમ્રપાન કરશો નહીં
5) શરીરમાં પાણીની અછતહોઠને કાળા પડતા રોકવા માટે ના સરળ ઉપાય-
1) હોઠ પર નિયમિતપણે મોઈશ્ચરાઈઝર લગાવો
2) ધૂમ્રપાન કરશો નહીં
3) શરીરને હાઇડ્રેટેડ રાખો
4) લિપસ્ટિક ને બદલે કુદરતી વસ્તુઓ નો ઉપયોગ કરો
5) રાત્રે સૂતા પહેલાં હોઠ પર તલનું તેલ લગાવો
6) સવારે હોઠ પર ગાયનું ઘી લગાવો 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More