Home> LifeStyle
Advertisement
Prev
Next

Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર, અનેક સ્કિન પ્રોબ્લેમ થશે દુર

Multani Mitti Benefits: સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. 

Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર, અનેક સ્કિન પ્રોબ્લેમ થશે દુર

Multani Mitti Benefits: વર્ષોથી સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને જો ચેહરા પર લગાડવામાં આવે તો તે ચહેરા પર જાદુઈ અસર કરી શકે છે. ગુલાબ જળ અને મુલતાની માટીનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકાય છે. તેનાથી સ્કિનને અનેક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ મુલતાની માટી અને ગુલાબ જળને ચહેરા પર લગાડવાથી કેવા ફાયદા થાય ? 

મુલતાની માટી અને ગુલાબજળના ફાયદા 

આ પણ વાંચો: Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ

1. મુલતાની માટી અને ગુલાબજળનો ફેસપેક ચહેરા પર લગાડવાથી વધારાનું ઓઇલ કન્ટ્રોલ થાય છે. જે લોકોની સ્કિન ઓઇલી હોય તેમણે આ ફેસપેકનો ઉપયોગ કરવો જ જોઈએ તેનાથી ચહેરો એકદમ સુંદર દેખાય છે. 

2. મુલતાની માટી ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસ પેક લગાડવાથી ચહેરો સાફ અને ચમકદાર દેખાય છે. 

3. મુલતાની માટીમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. તે ચહેરા પરના ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે નિયમિત તેનો ઉપયોગ કરવાથી ડાઘ લાઈટ થવા લાગે છે. 

આ પણ વાંચો: અપરલિપ્સના વાળથી કાયમી મુક્તિ અપાવશે આ 3 ઉપાય, લગાડવાથી સાવ ઘટી જાશે વાળનો ગ્રોથ

4. મુલતાની માટે અને ગુલાબજળ ત્વચામાં કસાવ લાવે છે. એટલે કે વધતી ઉંમરની સાથે જો ત્વચા ઢીલી પડી ગઈ હોય તો તે કરચલીઓને ઘટાડે છે અને સ્કીનને ટાઈટ બનાવે છે. 

મુલતાની માટી અને ગુલાબજળનો ફેસપેક 

આ પણ વાંચો: રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ

મુલતાની માટી સરળતાથી મળી જાય છે. તેનો ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી લેવી અને ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરવું. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો અને 15 થી 20 મિનિટ માટે સુકાવા દો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો. 

આ પણ વાંચો: ફેસવોશ કરતાં પહેલા આ વસ્તુથી ચહેરા પર કરો 5 મિનિટ માલિશ, ત્વચા પર વધશે નેચરલ ગ્લો

જોકે મુલતાની માટીને સ્કીન પર અપ્લાય કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. જો સ્કિન પર બળતરા થાય તો માટીનો ઉપયોગ ન કરવો. જે લોકોની સ્કિન વધારે ડ્રાય હોય તેમણે ગુલાબજળ સાથે મુલતાની માટીમાં દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાડવું. સાથે તેને 15 થી 20 મિનિટને બદલે 5 થી 10 મિનિટમાં જ દૂર કરી દેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More