Home> LifeStyle
Advertisement
Prev
Next

ચહેરા અને વાળની સુંદરતા વધારે છે ફટકડી, આ રીતે કરશો ઉપયોગ તો થશે ઝડપથી ફાયદો

Skin And hair Care Tips: દાદી-નાનીના સમયથી ફટકડીનો ઉપયોગ સૌંદર્ય સમસ્યા માટે થાય છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે ફટકડીનો ઉપયોગ કરીને તમે સૌંદર્ય સમસ્યા દુર કરી શકો છો. 

ચહેરા અને વાળની સુંદરતા વધારે છે ફટકડી, આ રીતે કરશો ઉપયોગ તો થશે ઝડપથી ફાયદો

Skin And hair Care Tips: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ વાળ અને ત્વચાની સમસ્યાથી પીડિત જોવા મળે છે. વાળ અને ત્વચાનું સૌંદર્ય વધારવા માટે લોકો મોંઘા પ્રોડક્ટ પણ ખરીદે છે. પરંતુ કેટલાક લોકોને કેમિકલના કારણે પણ સમસ્યા વધી જતી હોય છે. આવી સ્થિતિમાં જો વાળ અને ત્વચાની સંભાળ રાખવાની વાત આવે તો ચિંતા વધી જાય છે. પરંતુ આજે તમારી આ ચિંતા દુર કરીએ. આજે તમને વાળ અને ત્વચાની સમસ્યા દુર કરે તેવી વસ્તુ વિશે જણાવીએ. દાદી-નાનીના સમયથી ફટકડીનો ઉપયોગ સૌંદર્ય સમસ્યા માટે થાય છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે ફટકડીનો ઉપયોગ કરીને તમે સૌંદર્ય સમસ્યા દુર કરી શકો છો. 

આ પણ વાંચો:

 

Facial Hair: અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ

Korean glow: કોરિયન ગ્લો મેળવવા ચહેરા પર આ રીતે લગાવો ઓરેન્જ

Beauty Tips: રાત્રે સૂતા પહેલા કરી લો આ એક કામ, 7 જ દિવસમાં ત્વચાની વધી જશે રંગત
 

આ રીતે કરો ફટકડીનો ઉપયોગ

- જો તમારી ત્વચા પર કરચલીઓ પડી રહી છે તો તમે ફટકડીનો પાઉડર બનાવી તેમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ચહેરો સાફ કરી લેવો.

- જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર ડાઘ, કરચલીઓ દેખાવા લાગી હોય તો ચહેરાને પાણીથી સાફ કરી ચહેરો ભીનો હોય ત્યારે જ તેના પર ફટકડીના ટુકડાથી મસાજ કરો. 10 મિનિટ બાદ ચહેરાને પાણીથી સાફ કરો. 

- જો ચહેરા પર ડાર્ક સ્પોટ્સ હોય તો ફટકડીમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ હોય તે જગ્યા પર લગાવો. થોડા જ દિવસોમાં ડાર્ક સ્પોટ દુર થઈ જશે.

- જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતાં હોય અથવા તો ડેન્ડ્રફ હોય તો વાળ ધોવા માટેના કોઈપણ શેમ્પૂમાં એક ચપટી ફટકડી ઉમેરી તેનાથી વાળને શેમ્પૂ કરો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી વાળ ખરતાં બંધ થશે. 

- જો નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો ગુલાબજળમાં ફડકડી ઉમેરી પેસ્ટ બનાવી તેને વાળના મૂળમાં લગાવો. 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા. એક અઠવાડિયું આમ કરવાથી તુરંત ફરક દેખાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More