Home> LifeStyle
Advertisement
Prev
Next

Bathing Tips: નહાવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરો, આખો દિવસ શરીરમાંથી આવશે મીઠીમીઠી સુગંધ

Bathing Tips: નિયમિત રીતે આ ખાસ વસ્તુઓ ઉમેરેલા પાણીથી નહાવાથી શરીરમાંથી દુર્ગંધ તો દુર થાય જ છે પરંતુ સાથે જ ત્વચા અને વાળની સમસ્યાઓ પણ દુર થવા લાગે છે. ખાસ તો આ પાણીથી નહાવાથી આખો દિવસ શરીરમાંથી મીઠીમીઠી સુગંધ આવે છે.

Bathing Tips: નહાવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરો, આખો દિવસ શરીરમાંથી આવશે મીઠીમીઠી સુગંધ
Updated: Feb 08, 2024, 09:04 AM IST

Bathing Tips: આખો દિવસ ફ્રેશ રહેવા માટે દિવસની શરૂઆત નહાઈને કરવામાં આવે છે. શરીરને સ્વચ્છ રાખવા માટે નહાવું જરૂરી છે. સાથે જ નહાવું એટલા માટે પણ જરૂરી છે કે શરીરમાંથી પરસેવાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ જાય. પરંતુ ઘણા લોકોના શરીરમાંથી નહાયા પછી પણ સ્મેલ આવતી હોય છે જેના કારણે તેમને પરફ્યુમનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને નહાવાના પાણીમાં તમે ઉમેરી દેશો તો શરીરમાંથી આવતી બદબુ દૂર થઈ જશે અને આખો દિવસ પર્ફ્યુમ વિના પણ શરીરમાંથી સુગંધ આવતી રહેશે. 

આ પણ વાંચો: વાળની 3 સમસ્યા દુર કરે છે આ હેર માસ્ક, ખરતા વાળ, ડેન્ડ્રફ અને સફેદ વાળથી મળશે મુક્તિ

નહાવાના પાણીમાં તમે સુગંધ માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.  નહાવાના પાણીમાં કડવો લીમડો, ગુલાબના પાન, સંતરાની છાલ, કપૂર, લીંબુ વગેરે. આ વસ્તુઓનો ઉપયોગ અલગ અલગ પણ કરી શકાય છે પરંતુ જો સૌથી વધુ ફાયદો મેળવવો હોય તો તેનો ઉપયોગ આ રીતે કરો. સૌથી પહેલા એક મલમલનું કપડું લેવું. આ કપડામાં ઉપર જણાવેલી વસ્તુઓને થોડી થોડી માત્રામાં લઈ બાંધી દો. હવે બધી જ વસ્તુને કપડામાં બાંધી પોટલી બનાવી લો. આ પોટલીને નહાવાના પાણીમાં 10 થી 15 મિનિટ સુધી રાખો. ત્યાર પછી આ પાણીનું નહાવા માટે ઉપયોગ કરો.

આ પણ વાંચો: ખરતા વાળને અટકાવતું ઓનિયન ઓઈલ આ રીતે બનાવો ઘરે, 7 દિવસમાં જ વાળ ખરવાનું થશે બંધ

એક વખત આ પોટલી બનાવ્યા પછી ચારથી પાંચ વખત તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે પોટલીમાં બાંધેલી વસ્તુઓની સુગંધ જતી રહે તો ફરીથી નવી પોટલી બનાવી તેનો ઉપયોગ કરો. નિયમિત રીતે આ પાણીથી નહાવાનું રાખશો તો શરીરની બદબુ દૂર થઈ જશે અને સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગશે.

આ પોટલીમાં રહેલો કડવો લીમડો, કપૂર અને લીંબુ શરીરમાં બદબુ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. સાથે જ ગુલાબના પાન, સંતરાની છાલ ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરે છે અને ફ્રેશ ફિલ કરાવે છે.

આ પણ વાંચો: હનીમૂન માટે આનાથી બેસ્ટ એક પણ ડેસ્ટિનેશન નથી, ફોટો જોઈને ટિકિટ બુક કરાવવાનું મન થશે

આ પાણીથી જો તમે વાળ ધોવાનું પણ રાખો છો તો તેનાથી વાળની ચમક વધી જાય છે. જો તમને માથામાં વારંવાર ખંજવાળ આવતી હોય તો થોડા દિવસ સુધી નિયમિત આ પાણીથી વાળ ધોવા તેનાથી વાળને સમસ્યા પણ દૂર થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે