Home> Jobs
Advertisement
Prev
Next

V-Mart રિટેલ દેશમાં ખોલશે 60 નવા સ્ટોર, હજારો લોકોને મળશે નોકરી

વી-માર્ટ રિટેલના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર લલિત અગ્રવાલે જણાવ્યું કે 'અમારી આ વર્ષે અમારા નેટવર્કમાં 60 સ્ટોર ઉમેરવાના છીએ. તેનાથી મારી સ્ટોરોની કુલ સંખ્યા 275 થઇ જશે. 

V-Mart રિટેલ દેશમાં ખોલશે 60 નવા સ્ટોર, હજારો લોકોને મળશે નોકરી

નવી દિલ્હી: ફેશન તથા લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સની રિતેલર કંપની વી-માર્ટ રિટેલ આ વર્ષે 2,000 નવી ભરતીઓ કરશે અને પોતાના વિસ્તાર પર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. હજુ વી-માર્ટ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં પોતાના સ્ટોર ચલાવે છે. કંપનીની યોજના આ વર્ષે 60 નવા સ્ટોર ખોલવાની છે. તેનાથી તેનાસ સ્ટોરોની કુલ સંખ્યા 275 પર પહોંચી ગઇ છે.  

પ્રાઇવેટ લેબલની ભાગીદારી વધારવાનો ઇરાદો
વી-માર્ટ કંપનીનો ઇરાદો કુલ વેચાણમાં પ્રાઇવેટ લેબલની ભાગીદારીને 70થી વધારીને 75 ટકા કરવાનો છે. વી-માર્ટ રિટેલના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર લલિત અગ્રવાલે જણાવ્યું કે 'અમારી આ વર્ષે અમારા નેટવર્કમાં 60 સ્ટોર ઉમેરવાના છીએ. તેનાથી મારી સ્ટોરોની કુલ સંખ્યા 275 થઇ જશે. 

તેમણે કહ્યું કે આ વર્ષે 2,000 લોકોની નિમણૂક કરીશું. હજુ કંપનીના કર્મચારીઓની સંખ્યા 7,000 છે. વી-માર્ટે અત્યાર સુધી ચાલુ નાણાકીય વર્ષમાં 20 નવા સ્ટોર ખોલ્યા છે. અત્યારે તેના કુલ 233 સ્ટોર છે. કંપનીનો ઇરાદો બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યો ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં નવા સ્ટોર ખોલવાની છે. 

લલિત અગ્રવાલે જણાવ્યું છે કે વી-માર્ટના એક સ્ટોર પર લગભગ 1.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની વેરહાઉસ તથા ટ્રેનિંગ સ્ટાફ પર 25 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેમણે જણાવ્યું કે વી-માર્ટના 75 ટકા સ્ટોર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને બિહારમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More