Home> Jobs
Advertisement
Prev
Next

દુનિયાની 8 એવી નોકરી, જ્યાં મળે છે મોટો પગાર અને કામના નામ પર કરવાનો છે આરામ

Unique Jobs in World: શું તમે તે વિચારી શકો છો કે લોકોને ગળે મળવાના પણ પૈસા થશે, જો હા તો તમે ખોટા છો. આજે અમે તમને તે વ્યક્તિ વિશે જણાવીશું, જે ગળે મળવા, કંઈ ન કરવા, સુવા અને ટીવી જોવા માટે પણ મોટા પૈસા લે છે. 

દુનિયાની 8 એવી નોકરી, જ્યાં મળે છે મોટો પગાર અને કામના નામ પર કરવાનો છે આરામ

નવી દિલ્હીઃ Unique Jobs in World: આજ સુધી તમે ઘણા લોકોને ચાર પૈસા કમાવા માટે આકરી મહેનત કરતા જોયા હશે. લોકો દિવસ-રાત ખુબ મહેનત કરે છે ત્યારે બે પૈસાની કમાણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક એવી નોકરી છે, જેમાં તમારે માત્ર આરામ કરવાનો છે અને તેના બદલામાં તમને મોટો પગાર આપવામાં આવે છે. આજે અમે તમને આવી કેટલીક નોકરી વિશે જણાવીશું, જ્યાં કેટલાક લોકો કંઈ ન કરીને પણ સારા પૈસા કમાઈ રહ્યાં છે. 

ગળે લગાવવાની નોકરી
શું તમે વિચારી શકો છો કે લોકો ગળે મળવાના પણ પૈસા લેશે.ઓસ્ટ્રેલિયામાં રહેતી મિસી રોબિનસન, જે પ્રોફેશનલ મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ અને લાઇસેન્સ કડલ થેરેપિસ્ટ છે, તે લોકોને ગળે લગાવીને પૈસાની કમાણી કરે છે. મિસી રોબિનસન એક રાત સુધી પોતાના કલાયન્ટને ગળે લગાવવા માટે તેની પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુની ફી ચાર્જ કરે છે. 

કંઈ ન કરવાના પણ મળે છે પૈસા
જ્યાં એક તરફ લોકો દિવસભર લોહી અને પરસેવો વહાવીને પૈસા કમાઈ રહ્યા છે, તો બીજી તરફ જાપાનનો વ્યક્તિ કંઈ ન કરવા માટે પૈસા લે છે. વાસ્તવમાં, લોકો તેમને કંઈ ન કરવા માટે નોકરી પર રાખે છે અને તે વ્યક્તિ ફક્ત તેમની સાથે સમય વિતાવે છે, આસપાસ ફરે છે, ભોજન કરે છે અને તેમની વાત સાંભળે છે. બસ, આ કામ માટે તે લોકો પાસેથી ઘણા પૈસા લે છે.

આ પણ વાંચોઃ Recruitment 2023: ઉંચા પગાર અને વટવાળી સરકારી નોકરી! આ રીતે કરો અરજી

સુવા અને ટીવી જોવાના મળે છે પૈસા
સુવાનું કોને સારૂ લાગતું નથી, પરંતુ વધુ સુવા પર આપણા પરિવારના લોકો બે શબ્દો કહેવા લાગે છે પરંતુ દુનિયામાં એક એવી કંપની છે, જે લોકોને માત્ર સુવા માટે હાયર કરે છે. હકીકતમાં લગ્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ પોતાના ફર્નીચરના ટેસ્ટિંગ માટે લોકોને હાયર કરે છે, જેમાં તે દિવસમાં લગભગ 6 કલાક બેડ પર સુવા માટે કહે છે. આ સાથે કંપની તેના માટે ટીવી જોવાની પણ વ્યવસ્થા કરે છે અને બસ સુવા અને ટીવી જોવા માટે કંપની તે લોકોને મોટો પગાર ચુકવે છે. 

લાઇબ્રેરિયન
લાઇબ્રેરિયનની નોકરી સરળ નથી પરંતુ એટલી મુશ્કેલ પણ હોતી નથી. આ નોકરી માટે તમારે વસ્તુને મેનેજ કરવાનું નોલેજ હોવું જોઈએ. તેમારે તે જોવાનું હોય છેકે પુસ્તકો કે બાકી સામગ્રી યોગ્ય સ્થાન પર છે કે નહીં. આ સિવાય લાઇબ્રેરીમાં પુસ્તકોનો હિસાબ રાખવાનો હોય છે. તે માટે શરૂઆતમાં તમને 20થી 30 હજાર રૂપિયા દર મહિને પગાર મળશે. પરંતુ લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને અનુભવની સાથે તમે મોટો પગાર મેળવી શકશો. 

વોઈસ આર્ટિસ્ટ
જો તમારી પાસે અનોખો અવાજ છે કે તમે કોઈ અલગ પ્રકારનો અવાજ કાઢી શકો છો તો આ નોકરી તમારા માટે છે. તમે એક વોઇસ આર્ટિસ્ટ બનીને વધુ મહેનત વગર માત્ર તમારા અવાજની મદદથી કમાણી કરી શકો છો. જાહેરાતો, વીડિયો ગેમ્સ, ટેલીવિઝન ફિલ્મમાં વોઇસ-ઓવર કરીને તમે સારો પગાર મેળવી શકો છો. 

ટેપ ઓપરેટર
ટેપ ઓપરેટરનું કામ ખુબ સરળ કામ છે. તેમાં તમારે માત્ર ટેપના બોક્સની સાથે દિવસ રાત એક રૂમમાં બેસવું પડશે અને ડિજિટલ કોપિયોને એક સર્વર પર લગાવતા રહેવું પડશે. તમે આ નોકરી પાર્ટ ટાઇમ અને ફુલ ટાઇમ કરી શકો છો. જો વાત પગારની કરવામાં આવે તો તે માટે કંપની ટેપ ઓપરેટરને 2500થી 2800 રૂપિયા પ્રતિ કલાક પ્રમાણે ચુકવણી કરે છે. 

આ પણ વાંચોઃ Business Idea : કમાણીનું સાધન છે આ ઝાડ, એક વાર લગાવ્યું તો 40 વર્ષ આપશે પૈસા

આઇસક્રીમ ટેસ્ટર
આઇક્રીમ ટેસ્ટરની નોકરી દુનિયામાં લગભગ સૌથી સારી નોકરી છે. દરેક વ્યક્તિ આ નોકરી જરૂર કરવા ઈચ્છશે. હકીકતમાં એક આઇસક્રીમ ટેસ્ટરને સ્વાદનું ખુબ નોલેજ હોય છે. આઇસક્રીમ ટેસ્ટર કંપનીમાં તૈયાર થનારી દરેક પ્રકારની આઇસક્રીમની યોગ્ય સામગ્રી, બનાવટ અને સ્વાદનું ધ્યાન રાખે છે, જેથી તે આઇસક્રીમ તેના ગ્રાહકોને પસંદ આવે. આ સિવાય આઇસક્રીમની નવી-નવી ફ્લેવર શોધવાનું કામ પણ આઈસક્રીમ ટેસ્ટરનું હોય છે. તમને જણાવી દઈએ કે એક આઇસક્રીમ ટેસ્ટનો પગાર 28 લાખથી 78 લાખ રૂપિયા સુધી હોય છે. 

ફુડ સ્ટાઇલિસ્ટ
તમે કોઈ જાહેરાતમાં સારી દેખાતી ફુડ આઇટમ જરૂર જોઈ હશે. ઘણીવાર તો તેને જોઈને મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ આ એક પ્રકારની નોકરીનો ભાગ છે. સામાન્ય રીતે ફોટોશૂટ, ફિલ્મો, ટીવી જાહેરાતો દ્વારા મોંઘા રેસ્ટોરન્ટ માટે ફુડ આઇટમોને સ્વાદિષ્ટ દેખાડવાનું કામ ફુડ સ્ટાઇલિસ્ટનું હોય છે. તેનો ઉદ્દેશ્ય હોય છે કે આ જાહેરાતને જોનાર વ્યક્તિ તેની તરફ આકર્ષિત થઈ જાય. જેનાથી તે ફુડ આઇટમનું વેચાણ વધી શકે. આ કામ માટે ફુડ એનાલિસ્ટને વાર્ષિક 19 લાખથી લઈને 75 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More