Home> Jobs
Advertisement
Prev
Next

Railway Recruitment 2023: રેલવેમાં 10મું પાસ માટે નોકરીની શાનદાર તક, rrcser.co.in પર કરો અરજી

Govt Jobs News: સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેમાં ભરતી શરૂ થવાની છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. 

Railway Recruitment 2023: રેલવેમાં 10મું પાસ માટે નોકરીની શાનદાર તક, rrcser.co.in પર કરો અરજી

નવી દિલ્હીઃ Railway Recruitment 2023: રેલવેમાં સરકારી નોકરીનું સપનુ જોતા યુવાઓ માટે એક શાનદાર તક છે. દક્ષિણ પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસ પદો પર ભર્તી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યોગ્ય ઉમેદવારો આ પદો પર ભર્તી માટે આધિકારિક વેબસાઈટ પર 3 જાન્યુઆરી 2023થી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 2 ફેબ્રુઆરી 2023 નક્કી કરવામાં આવી છે.

SER Apprentice Recruitment 2023: કેટલા પદ ખાલી?
રેલવે ભર્તી સેલ તરફથી નોટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી દક્ષિણ પશ્ચિમ રેલવેમાં ફિટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, કારપેન્ટર, ડીઝલ મિકેનીક, મશીનિસ્ટ અને પેઈન્ટર સહિત એપ્રેન્ટિસના 1785 રિક્ત પદો પર ભર્તી કરવામાં આવશે. આ પદો પર ભર્તી  માટે સિલેક્શન 10મા ધોરણમાં પ્રાપ્ત માર્ક્સના આધાર પર કરવામાં આવશે. 

સિલેક્ટેડ  ઉમેદવારોને નિયમાનુસાર સ્ટાઈપેન્ડ પર મળશે.
એપ્રેન્ટિસ પદો પર ભર્તી માટે કમસેકમ ઉંમર 15 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 24 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. હાલાકી, સરકારી નિયમો અનુસાર અન્ય પછાત વર્ગના ઉમેદવારોના વધુમાં વધુ ઉંમર 3 વર્ષ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સિવાય ઉમેદવારોની માન્યતા પ્રાપ્ત બોર્ડથી ન્યૂનતમ 50 ટકા અંકો સાથે 10મી પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે. 

આ પણ વાંચોઃ Govt Jobs: 12 પાસ યુવાઓ માટે સરકારી નોકરીની તક, 81000 હશે પગાર, જાણો તમામ વિગત

Railway Jobs 2023: આટલો થશે ચાર્જ
દક્ષિણ પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસ પદો પર ભર્તી માટે યોગ્ય ઉમેદવાર આધિકારિક વેબસાઈટ rrcser.co.in પર 3 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અપ્લાય કરી શકો છો. આ માટે 100 રૂપિયા પણ જમા કરવા પડશે. ધ્યાન રાખજો નિર્ધારિત સમય પછી આવેદન સ્વીકારવામાં નહીં આવે.

Indian Railway Recruitment 2023: ધ્યાન રાખો આ વાત
એપ્રેન્ટિસ પદો પર ભર્તી માટે આવેદન કરનારા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અપ્લાય કરતા પહેલાં નોટિફિકેશન એક વખત જરૂર વાંચી લે. રેલવે એપ્રેન્ટિસ નોટિફિકેશન 2022 આધિકારિક વેબસાઈટ rrcser.co.in પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ નોકરી! ધોરણ 8 પાસ માટે સરકારી નોકરીની ઉજ્જવળ તક, 63 હજાર રૂપિયા મળશે પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More