Home> Jobs
Advertisement
Prev
Next

Job Interview Call: જોબ માટે ઈન્ટરવ્યું કોલ આવે તો શું કરવું? આ Tips થી થશે નોકરી પાક્કી!

આ સમયમાં વ્યપાર કરવો કે નોકરી મેળવવી તે સહેલું નથી. દરેક લોકો ભણીગણીને સારી નોકરી મેળવવા માગતા હોય છે. પરંતુ એવા કેટલાય લોકો હોય છે જેની ગાડી છેક આવીને એટકી જાય છે એટલે કે નોકરી પ્રાપ્ત થવાની હોય પરંતુ ઈન્ટરવ્યુંમાં ફેલ થઈ જવાય છે. 

Job Interview Call: જોબ માટે ઈન્ટરવ્યું કોલ આવે તો શું કરવું? આ Tips થી થશે નોકરી પાક્કી!

Job Interview Call: આ સમયમાં વ્યપાર કરવો કે નોકરી મેળવવી તે સહેલું નથી. દરેક લોકો ભણીગણીને સારી નોકરી મેળવવા માગતા હોય છે. પરંતુ એવા કેટલાય લોકો હોય છે જેની ગાડી છેક આવીને એટકી જાય છે એટલે કે નોકરી પ્રાપ્ત થવાની હોય પરંતુ ઈન્ટરવ્યુંમાં ફેલ થઈ જવાય છે. 

આપણે જ્યાંરે નોકરી મેળવવા જઈએ ત્યારે આ પણે નાની મોટી ભૂલો કરતા હોઈએ છે. તમને એવું હશે કે એમાં શુ ટીપ્સ લેવાની ફોર્મલ કપડા પહેરીને જવાનું, આત્મ વિશ્વાસ રાખવાનો પુછે એટલા જવાબ આપી દેવાના એટલે પટી ગયું. જો તમે આવું સમજતા હોવ તો તમે ખોટા છો. આવો જાણીએ ઈન્ટરવ્યું આપવા માટે તમારે શું ધ્યાન રાખવું પડશે. 

જો તમે તમારી જાતને અન્ય ઉમેદવારો કરતા અલગ બતાવા માગતા હોવ તો તમારે તમારી જોબ સ્કીલ્સ તેમજ ડ્રેસિંગ સેન્સ પર સખત મહેનત કરવી પડશે. ઉમેદવારનો રિઝ્યુમ લીધા પછી તેમનું શોર્ટ લીસ્ટ થાય છે. એટલે એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ કે પહેલી છાપ  રિઝ્યુમથી પડે છે. ઈન્ટરવ્યું આપવા જાઓ એટલે સૌપ્રથમ તમારે તમારા ડ્રેસિંગ પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ ખાસ વાંચોઃ

Smartphone Buying Tips: નવો સ્માર્ટફોન લેવાનું વિચારતા હોય તો પહેલાં આ વાતો જાણી લો

ગાડી ઠોકી હવે નુક્સાનના પૈસા તાત્કાલિક કાઢ! એક્સિડન્ટ બાદ નુકસાની અંગે શું છે નિયમ?

લેશનની ચિંતા છોડો! શિક્ષકો પણ નહીં ઓળખી શકશે લખાણ, આ રીતે કરો કન્વર્ટ

ઈન્ટરવ્યું માટે જાઓ તો પ્રેફેશનલ કપડા પહેરવા પરંતુ હળવા રંગનાં કપડા પસંદ કરવા જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે કપડા તમારા વ્યવસાયને અનુરૂપ હોવા જોઈએ. પુરૂષ ઉમેદવારે હળવા રંગના પેન્ટ શર્ટ, ટાઈ કે કોર્ટ પહેરવા. મહિલા ઉમેદવારો સૂટ,સાડી કે પેમ્ટ શર્ટ પહેરી  શકે છે.

કયો રંગ શું દર્શાવે છે:
વાદળી રંગ તમને વિશ્વાસપાત્ર અને મહનતુ હોવાનું દર્શવે છે. ગ્રે રંગ તટસ્થ રંગ માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ રંગ કંઈક નવું શીખના અને જ્ઞાન મેળવવાના ગુણો દર્શાવે છે. જો તમે ઉચ્ચ પદ માટે ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યા છે તો તમે કાળ રંગનો શર્ટ અછવા ડ્રેસ પહેરી શકો છો. આ રંગ તમારી નેતૃત્વ ક્ષમતાને દર્શાવે છે. કરિયરની શરૂઆતમાં આ રંગ પહેરીને ઈન્ટરવ્યું આપવા ના જવું. સફેદ ઈન્ટરવ્યુ બોર્ડ પર સકારાત્મક છાપ છોડવા માટે વ્યક્તિએ સફેદ કપડાં પહરીને જવું જોઈએ. જો તમને કોઈ પણ રંગને સમજી શકતા નથી તો આ એક એવરગ્રીન વિકલ્પ છે.

આ પણ ખાસ વાંચોઃ

ઠંડીમાં આ મોજા બની જશે Thor ના Gloves! ચપટી વગાડતાં જ હાથ થઇ જશે ગરમ, કિંમત નજીવી

PAN Card નો દૂર ઉપયોગ તો નથી થતો ને? જાણો કેવી રીતે તમારા પાનકાર્ડને સુરક્ષિત કરશો

ભારતીય અર્થવ્યવસ્થા માટે કેવું રહ્યું આ વર્ષ? જાણો 'હિસાબ-કિતાબ' ની વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More