Home> Jobs
Advertisement
Prev
Next

14 કરોડ સુધી પગાર, વેતન અને સુવિધાઓમાં IAS-IPSથી ખુબ આગળ, ખાનગી કંપનીમાં હોય છે દબદબો

દરેક ખાનગી કંપનીમાં સીઈઓનો જલવો હોય છે. કારણ કે મોટા પગાર સિવાય તેને ખુબ સુવિધાઓ મળે છે. આવો જાણીએ ભારતમાં સીઈઓને એવરેજ કેટલો પગાર મળે છે.
 

14 કરોડ સુધી પગાર, વેતન અને સુવિધાઓમાં IAS-IPSથી ખુબ આગળ, ખાનગી કંપનીમાં હોય છે દબદબો

CEOs Salary: નોકરી કરનાર લોકો માટે સીઈઓ બનવું કરિયરનો સૌથી મહત્વનો મુકામહોય છે. કારણ કે કઓી કંપનીમાં  CEO એટલે કે ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસરનું પદ ખુબ મોટું હોય છે. એક દ્રષ્ટિએ આખી કંપનીની કમાન સીઈઓ પાસે હોય છે. જ્યારે આટલું મોટું પદ હોય તો સીઈઓનો પગાર પણ એટલો હોય છે. પરંતુ દરેક કંપનીના સીઈઓનો પગાર અલગ-અલગ હોય છે. દેશની દિગ્ગજ કંપનીઓના સીઈઓને મોટો પગાર મળે છે. શું તમે જાણો છો કે ભારતમાં સીઈઓને એવરેજ કેટલો પગાર મળે છે.

દરેક કંપનીમાં સીઈઓને પગાર સિવાય અન્ય સુવિધાઓ પણ મળે છે. પગારમાં અલગ-અલગ પ્રકારના ઈન્સેટિવ પણ સામેલ હોય છે. ડેલોઇટના એક રિપોર્ટમાં ભારતમાં સીઈઓનો પગાર કોરોના કાળથી 40 ટકા સુધી વધી ગયો છે. આવો તમને જણાવીએ સીઈઓને પગારથી લઈને બીજી કઈ-કઈ સુવિધાઓ મળે છે.

વર્ષે એવરેજ કેટલા કમાઈ છે CEOs
ડેલોઈટના રિપોર્ટ અનુસાર ભારતમાં સીઈઓને મળનાર વેતન એવરેજ 9.3 કરોડ રૂપિયાથી લઈ 13.8 કરોડ રૂપિયા વચ્ચે છે. આ સિવાય રિપોર્ટ અનુસાર સીઈઓ, જે પ્રમોટર પરિવારના સભ્યના પ્રમોટર છે, એવરેજ 16.7 કરોડ રૂપિયા ઘરે લઈ જાય છે. પગાર સિવાય તેને કેટલાક અન્ય પ્રકારના વળતર તથા સુવિધા મળે છે, જેમાં કંપનીના શેર પણ સામેલ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં B.Ed.પાસ પ્રાથમિક શિક્ષકોની નોકરી રહેશે કે જશે? SC નો મોટો ચૂકાદો

Deloitte India Executive Performance and Rewards Survey 2024 મુજબ, આ વળતરના 50 ટકાથી વધુ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પ્રોત્સાહનો સાથે જોડાયેલા છે. પ્રમોટર સીઇઓને મળતું મહેનતાણું બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રમોટર, સીઈઓને મળનાર ખુબ વધુ હોય છે. પ્રોફેશનલ સીઈઓને શેર-લિંક્ડ ઈન્સેટિવ જેમ લોન્ગ ટર્મ ઈન્સેટિવના માધ્યમથી પોતાના પગારનો 25 ટકા ભાગ પ્રાપ્ત થાય છે.

ભારતના દિગ્ગજ સીઈઓ
ભારત અને વિદેશી કંપનીઓમાં કામ કરનાર ભારતીય મૂળના સીઈઓનો પગાર કરોડોમાં છે. તેમાં સુંદર પિચાઈ, સત્યા નડેલા, અરવિંદ કૃષ્ણન, શાંતનુ નારાયણન, સલિલ પારેખ, સંજય મેહરોત્રા સહિત ઘણા નામ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More