Home> Jobs
Advertisement
Prev
Next

ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે

Government Job In Gujarat : ગુજરાત હાઇકોર્ટે કરી બમ્પર ભરતીની જાહેરાત કરી છે, જુદી-જુદી 1578 જગ્યા પર થશે નવી ભરતી, 26 મે સુધી અરજીની તક છે, હવે અરજી કરવા માટે માત્ર 3 દિવસ બાકી રહ્યાં છે, જાણો લાયકાત અને પગારધોરણ

ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે

Gujarat Highcourt : ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક જોરદાર ઓફર આવી છે. જો તમે સરકારી નોકરીની રાહ જોઈને બેસ્યા હોય તો આ તક તમારા માટે છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટે અઢળક વેકેન્સી નીકળી છે. જે માટે ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. 

ગુજરાતમાં હાઈકોર્ટમા સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની જગ્યા ભરાવાની છે. કુલ 244 સ્ટેનોગ્રાફર અને 16 ટ્રાન્સેલેટરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમે આ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ તમારા માટે યોગ્ય તક છે. ત્યારે જો તમે અરજી કરવા માંગતા હોવ તો આ તક જવા ન દેતા. ઉમેદવારોને જોઈતી તમામ માહિતી અને એપ્લિકેશન www.gujarathigcourt.nic.in અથવા ojas વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. 

હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો, સુરતમાં એક દિવસમાં 10 ના મોત

ઉમેદવારને જાણવા જેવી મહત્વની માહિતી 

  • ઓનલાઈન અરજી પ્રક્રિયા માટેનો પ્રારંભ 6 મેથી શરૂ થઈ ગયો છે, 26 મે સુધી અરજી કરી શકાશે.
  • 18 થી 35 વરયના ઉમેદવારો આ માટે અરજી કરી શકશે 
  • બંને પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોએ 750 રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે, અન્ય ઉમેદવારો માટે ફી 1500 રહેશે
  • જ્યાં પીવાનું પાણી, રસ્તો, વીજળી અને એકપણ પાકું મકાન નથી ત્યાં કેવું મતદાન થાય છે જુઓ

સ્ટેનોગ્રાફર માટે વય મર્યાદા 21થી 40 વર્ષ સુધી

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ 2): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 120 વર્ડ પર મિનિટ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા: 21 વર્ષથી 40 વર્ષ સુધી. 

તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકો

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાનં જરૂરી.
વયમર્યાદા: 21 વર્ષથી 35 વર્ષ સુધી.

ટ્રાન્સલેટર માટે કમ્પ્યુટર જ્ઞાનનું સટિ રજૂ કરવું પડશે
કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનાર ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. સરકાર માન્ય કમ્પ્યુટરના જ્ઞાનને લગતું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. 
વયમર્યાદા : 26 મે, 2024 ના રોજ 18 થી 35 વર્ષ સુધી 

કેવી રીતે લેવાશે ટેસ્ટ
ટ્રાન્સલેટર માટે 100 માર્કસના એમસીક્યુ, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ, 50 માર્કના વાઈવા વોઈસ લેવાશે. જ્યારે કે, સ્ટેનોગ્રાફર માટે 100 માર્કસનો એલિમિનેશન ટેસ્ટ, 100 માર્કની ટ્રાન્લેશન ટેસ્ટ, 50 માર્કની વાઈવા વોઈસ ટેસ્ટ લેવાશે. 

આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More