Home> Jobs
Advertisement
Prev
Next

ગુજરાતી વિદ્યાર્થીઓ એમ જ નથી ભણવા જતા વિદેશ, આ છે શિક્ષણમાં TOP-10 દેશ

ગુજરાત સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશમાં અભ્યાસ માટે જાય છે. ઘણા દેશોમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાક દેશો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફેવરિટ છે. શિક્ષણમાં આ 10 દેશો બેસ્ટ છે.

ગુજરાતી વિદ્યાર્થીઓ એમ જ નથી ભણવા જતા વિદેશ, આ છે શિક્ષણમાં TOP-10 દેશ

World Most Educated Countries: ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દર વર્ષે એક રિપોર્ટ બહાર પાડે છે, જેમાં જણાવવામાં આવે છે કે અલગ-અલગ સ્કેલ પ્રમાણે કયો દેશ સૌથી વધુ શિક્ષિત છે. OECD આ દેશોની રેન્કિંગ પણ બહાર પાડે છે, જે તમે નીચે જોઈ શકો છો.

1. કેનેડા (Canada)
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ અનુસાર કેનેડા વિશ્વનો સૌથી વધુ શિક્ષિત દેશ છે. વર્ષ 2022માં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર કેનેડાને 60 ટકાનો સ્કોર આપવામાં આવ્યો હતો.

2. રશિયા (Russia)
જો આપણે બીજા સ્થાનની વાત કરીએ તો રશિયાએ બીજું સ્થાન હાંસલ કર્યું છે. OECD રિપોર્ટમાં રશિયાને 56.7 ટકા સ્કોર મળ્યો છે.

3. જાપાન (Japan) 
આ સાથે જ આ યાદીમાં જાપાનને ત્રીજું સ્થાન મળ્યું છે. OECD રિપોર્ટમાં જાપાનનો સ્કોર 52.7 ટકા છે.

4. લક્ઝમબર્ગ (Luxembourg) 
હવે વાત કરો કે કયા દેશે આ યાદીમાં ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે, તો લક્ઝમબર્ગ આ યાદીમાં ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. તેને 51.3 ટકા સ્કોર આપવામાં આવ્યો છે.

5. દક્ષિણ કોરિયા (South Korea)
OECD ના 2022ના આ રિપોર્ટમાં દક્ષિણ કોરિયાને 5મું સ્થાન મળ્યું છે. દક્ષિણ કોરિયાએ 50.7 ટકાનો સ્કોર હાંસલ કર્યો છે.

6. ઇઝરાયેલ અને અમેરિકા (Israel and America) 
આ યાદીમાં છઠ્ઠા સ્થાને બે દેશોને સ્થાન મળ્યું છે. આ OECD રિપોર્ટમાં ઈઝરાયેલ અને અમેરિકા બંનેએ છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું છે. બંને દેશોને 50.1 ટકા સ્કોર મળ્યો છે.

7. આયર્લેન્ડ (Ireland)  
સૌથી વધુ શિક્ષિત દેશોની યાદીમાં આયર્લેન્ડ 7મું સ્થાન ધરાવે છે. OECD રિપોર્ટમાં આયર્લેન્ડને 49.9 ટકાનો સ્કોર આપવામાં આવ્યો છે.

8. યુનાઇટેડ કિંગડમ (United Kingdom)
આ યાદીમાં યુનાઇટેડ કિંગડમ 8મા સ્થાને પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. તેને 49.4 ટકા સ્કોર મળ્યો છે.

9. ઓસ્ટ્રેલિયા (Australia) 
આ યાદીમાં 9મું સ્થાન મેળવનાર દેશની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ 49.3 ટકાના સ્કોર સાથે આ યાદીમાં 9મું સ્થાન મેળવ્યું છે.

10. ફિનલેન્ડ (Finland)
આ યાદીમાં જે દેશને 10મું સ્થાન મળ્યું છે તે ફિનલેન્ડ છે. ફિનલેન્ડે 47.9 ટકાના સ્કોર સાથે આ યાદીમાં 10મું સ્થાન મેળવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More