Home> Jobs
Advertisement
Prev
Next

ધોરણ 12 પછી છે આ ઉત્તમ કોર્સ? હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે સૌથી સારો વિકલ્પ, જાણી લો તમામ વિગતો

Best Career Option: બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સ માટે લાયકાત શું હોવી જોઈએ, તેની પ્રવેશ પ્રક્રિયા શું છે, તેના માટે કઈ પ્રવેશ પરીક્ષા આપવાની છે, ભારતમાં બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કરવા માટેની ટોચની કોલેજો કઈ છે વગેરે વગેરે જાણવું હોય તો …

ધોરણ 12 પછી છે આ ઉત્તમ કોર્સ? હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે સૌથી સારો વિકલ્પ, જાણી લો તમામ વિગતો

Best Career Option:  તમે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સ વિશે ઘણી વખત સાંભળ્યું હશે. આ કોર્સ કર્યા પછી તમે સારી કારકિર્દી બનાવી શકો છો અને ઘણા પૈસા કમાઈ શકો છો. ઘણા યુવાનો આ કોર્સ કરવા ઈચ્છે છે, પરંતુ માહિતીના અભાવે અથવા યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ તેમાં પ્રવેશ લઈ શકતા નથી. આજે આ લેખમાં, અમે તમને બેચલર ઑફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (Bachelor of Hospitality Management)સંબંધિત તમામ જરૂરી માહિતી આપી રહ્યા છીએ.

બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સ શું છે?
બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (BHM)એ 4-વર્ષનો UG સ્તરનો કોર્સ છે, જેમાં ફૂડ એન્ડ બેવરેજ પ્રોડક્શન, એકમોડેશન, હાઉસકીપિંગ, ફૂડ એન્ડ બેવરેજ સપ્લાય મેનેજમેન્ટ વગેરે જેવા વિષયોનો અભ્યાસ સામેલ છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે MBA અથવા PG ડિપ્લોમા કરી શકે છે અથવા સારી નોકરી માટે ઘણા વિકલ્પો છે.

અરજી માટે જરૂરી લાયકાત
બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાંથી સ્નાતક થવા માટે, વિદ્યાર્થીઓએ વાણિજ્ય પ્રવાહમાં ઓછામાં ઓછા 60% માર્કસ ધોરણ 12 માં હોવા આવશ્યક છે. જો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થોડી છૂટછાટ મળે છે.

કોર્સ ફી
બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સની કિંમત 1,50,000 થી 5,00,000 સુધી છે.

આ પણ વાંચો:
રિચાર્જ વગર પણ કરી શકો છો ફોન, ઈન્ટરનેટની પણ નહીં પડે જરૂર, બસ ડાઉનલોડ કરી લો આ એપ..
ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ
ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

જોબ પ્રોફાઇલ
ક્રુઝ સ્ટાફ, હોટેલ અને રિસોર્ટ મેનેજર, ઇવેન્ટ મેનેજર, ટ્રાવેલ કાઉન્સેલર વગેરે.

ક્યાં મળી શકે નોકરી
રેડિસન બ્લુ, તાજ હોટેલ્સ, લેમન ટ્રી હોટેલ, ફેરમોન્ટ, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, આઈટીસી વગેરે.

પ્રવેશ પ્રક્રિયા
કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ લેવા માટે, વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે, જ્યારે કેટલીક કોલેજોમાં, મેરિટના આધારે પણ પ્રવેશ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બેચલર ઑફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ માટે પ્રવેશ પ્રક્રિયા CUET, IPMAT, IPU CET, NPAT, AIMA UGAT, SET વગેરે જેવી પ્રવેશ પરીક્ષા પર આધારિત છે.

આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More