Home> India
Advertisement
Prev
Next

ડિલિવરી મેન મુસ્લિમ હોવાના કારણે ઓર્ડર કર્યો કેન્સલ, મળ્યો એવો સણસણતો જવાબ કે....

મંગળવારે એક ગ્રાહકે ટ્વીટ કરીને પોતે આપેલો જમવાનો ઓર્ડર માત્ર ડિલિવીર બોય મુસ્લિમ હોવાના કારણે કેન્સલ કરી દીધો હતો અને કંપની પાસે ઓર્ડરના પૈસા પાછા માગ્યા હતા. ત્યાર પછી કંપનીએ અત્યંત વિવેકપૂર્ણ રીતે જે જવાબ આપ્યા તેનાથી ઓર્ડર આપનારા યુવકને શરમથી નીચું જોવાનો વારો આવ્યો છે. 

ડિલિવરી મેન મુસ્લિમ હોવાના કારણે ઓર્ડર કર્યો કેન્સલ, મળ્યો એવો સણસણતો જવાબ કે....

જબલપુરઃ સોશિયલ મીડિયા પર ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ 'ઝોમેટો'એ સમાજમાં ભડકાઉ સંદેશો આપનારા એક ગ્રાહકને આપેલા સણસણતા જવાબે લોકોનું દિલ જીતી લીધું છે. ટીવીટર પર 'ઝોમેટો'ના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. મંગળવારે એક ગ્રાહકે ટ્વીટ કરીને પોતે આપેલો જમવાનો ઓર્ડર માત્ર ડિલિવીર બોય મુસ્લિમ હોવાના કારણે કેન્સલ કરી દીધો હતો અને કંપની પાસે ઓર્ડરના પૈસા પાછા માગ્યા હતા. ત્યાર પછી કંપનીએ અત્યંત વિવેકપૂર્ણ રીતે જે જવાબ આપ્યા તેનાથી ઓર્ડર આપનારા યુવકને શરમથી નીચું જોવાનો વારો આવ્યો છે. 

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા અમિત શુક્લા નામના એક ગ્રાહકે ઝોમેટો પર જમવાનું મગાવ્યું હતું. આ ભોજન પહોંચાડવાની જવાબદારી કંપનીએ ફયાઝ નામના રાઈડરને આપી હતી. તેના થોડા સમય પછી અમિત શુક્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, મેં અત્યારે જ ઝોમેટોમાં આપેલો મારો ઓર્ડર કેન્સલ કર્યો છે, કેમ કે ડિલિવરી એક બિન-હિન્દુ રાઈડર લઈને આવી રહ્યો હતો. સાથે જ ઝોમેટોએ રાઈડર બદલવાના કે કેન્સલ કરેલા ઓર્ડરના પૈસા પાછા આપવાનો પણ ઈન્કાર કર્યો છે. 

ગ્રાહકે ટ્વીટમાં લખ્યું કે, તમે મને કોઈ પણ વ્યક્તિ પાસેથી ડિલિવરી લેવા માટે મજબૂર કરી શકો નહીં, જે હું લેવા માગતો ન હોઉં. તમે મારા પૈસા પાછા આપો અને મારો ઓર્ડર કેન્સલ કરો. અમિતની આ ટ્વીટને પહેલા તો લોકોનું સમર્થન મળ્યું પરંતુ જ્યારે ઝોમેટોઓ તેનો જવાબ આપ્યો ત્યારે લોકો જોતા જ રહી ગયા. 

ઝોમેટોએ અમિતની ટ્વીટના જવાબમાં લખ્યું કે, "ભોજનનો કોઈ ધર્મ હોતો નતી. ભોજન પોતે જ એક ધર્મ છે." ત્યાર પછી ઝોમેટોનો આ જવાબ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો અને વાયરલ થવા લાગ્યો. 

એક યુઝરે અમિતની ટ્વીટના જવાબમાં લખ્યું કે, "જો વિમાનનો પાઈલટ કોઈ હિન્દુ ન હોત તો શું તમે વિમાનમાંથી કૂદકો મારી દેતા?"

સોશિયલ મીડિયા પર ચર્ચા વધી જતાં ઝોમેટોના સ્થાપક દીપિંદર ગોયલે પણ એક ટ્વીટ કરીને લખ્યું કે, "ભારતના વિચારો અને અમારા ભાગીદારો તથા ગ્રાહકો પર અમને ગર્વ છે. જો કોઈ પણ વ્યવસાય અમારા મૂલ્યોના માર્ગમાં આવે છે તો તેને ગુમાવવામાં અમને જરા પણ ખેદ નથી."

ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઝોમેટોની ટ્વીટને લોકો સતત રીટ્વીટ કરીને શેર કરી રહ્યા છે અને ઝોમેટોના આવા વિવેકપૂર્ણ જવાબ તથા વ્યવહારની પ્રશંસા કરી રહ્યા છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More