Home> India
Advertisement
Prev
Next

લદ્દાખમાં જોવા મળશે રાફેલની તાકાત, આંદમાનમાં ભારત-અમેરિકાની નૌસેનાનો અભ્યાસ

ભારત-ચીન સીમા (India-China Border) પર ચાલી રહેલા તણાવ બાદ ભારતીય સેના હવે વધુ મજબુત થવા જઇ રહી છે. લદ્દાખમાં ટુંક સમયમાં રાફેલની તાકાત જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલને તેનાત કરવામાં આવી શકે છે. તેને લઇને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આંદમાનમાં ભારત અને અમેરિકાની નૌસેનાનો આજે યુદ્ધાભ્યાસ છે. એટલે કે ચીન ભારત અને અમેરિકાનું શક્તિ પ્રદર્શન જોશે.

લદ્દાખમાં જોવા મળશે રાફેલની તાકાત, આંદમાનમાં ભારત-અમેરિકાની નૌસેનાનો અભ્યાસ

નવી દિલ્હી: ભારત-ચીન સીમા (India-China Border) પર ચાલી રહેલા તણાવ બાદ ભારતીય સેના હવે વધુ મજબુત થવા જઇ રહી છે. લદ્દાખમાં ટુંક સમયમાં રાફેલની તાકાત જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલને તેનાત કરવામાં આવી શકે છે. તેને લઇને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આંદમાનમાં ભારત અને અમેરિકાની નૌસેનાનો આજે યુદ્ધાભ્યાસ છે. એટલે કે ચીન ભારત અને અમેરિકાનું શક્તિ પ્રદર્શન જોશે.

આંદમાનમાં આજે ભારત અને અમેરિકાની નૌસેનાએ યુદ્ધાભ્યાસ કર્યો. આ સાથે જ અમેરિકાનું સૌથી મોટું વિમાનવાહક યુદ્ધ જહાજ નિમિત્જ આંદમાન નિકોબાર પહોંચી ગયું છે. વિમાનવાહક યુદ્ધ જહાજ નિમિત્જ 90 ફાઇટર જેટ સાથે આંદમાન પહોંચ્યું છે.

આ પણ વાંચો:- ભૂકંપની જલ્દી ચેતવણી માટે Googleની નવી યોજના, સુંદર પિચાઇએ કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, અવારનવાર ચીન તરફથી સીમામાં ઘુસણખોરી રોકવા માટે સેના મોટું પગલું લેવાનો વિચાર કરી રહી છે. ભારતીય વાયુસેના (Indian Air Force)ના મુખ્ય કમાન્ડર બુધવારથી શરૂ થઇ રહેલા ત્રણ દિવસીય સંમેલનમાં દેશની વાયુ સંરક્ષણ પ્રણાલીની વ્યાપક સમીક્ષા કરશે. જેમાં ચીનની સાથે સીમા વિવાદને ધ્યાનમાં રાખી લદ્દાખ વિસ્તારમાં રાફેલ (Rafael) લડાકુ વિમાન પ્રથમ કાફલાની સંભવિત તેનાતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે.

આ પણ વાંચો:- દેશમાં આ વર્ષની અંદર તૈયાર થઇ શકે છે કોરોના વેક્સીન: AIIMS

સૂત્રોના જણાવ્ચા અનુસાર, કમાન્ડરોને લદ્દાખ સેક્ટરમાં આગામી મહિનાની શરૂઆથ સુધીમાં લગભગ 6 રાફેલ વિમાનનો પ્રથમ કાફલો તૈનાત કરવા પર ખાસ ચર્ચા કરવાની આશા છે. આ વિમાન ભારતીય વાયુસેનાના લડાકુ કાફલામાં જુલાઇના અંત સુધીમાં સામેલ કરવામાં આવશે. એક સૂત્રનું કહેવું છે કે, કમાન્ડર ક્ષેત્રમાં ઉભા થતી સુરક્ષા પરિસ્થિતિની સમિક્ષા કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પણ વાયુસેના કમાન્ડરોને સંબોધિત કરે તેવી આશા છે.

આ પણ વાંચો:- ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસની સુરક્ષામાં હાજર 2 પોલીસકર્મી મળ્યા કોરોના સંક્રમિત

વાયુસેના છેલ્લા કેટલાક અઠવાડિયાથી પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં રાતના સમયે હવાઇ પેટ્રોલીંગ કરી રહી છે. તેનો હેતુ સંભવત ચીનને સંદેશ આપવાનો છે કે, તે આ પર્વતીય ક્ષેત્રમાં કોઈ પણ અચાનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. શુક્રવારે રક્ષા મંત્રીની ક્ષેત્ર મુલાકાત દરમિયાન પૂર્વ લદ્દાખના સ્તાકના ખાતે સૈન્ય કવાયતમાં વાયુસેનાની અનેક શસ્ત્રો સિસ્ટમ્સે ભાગ લીધો હતો. આ કવાયતમાં, ઘણી ઉંચાઇવાળા ક્ષેત્રમાં જટિલ સુરક્ષા દૃશ્ય સાથેના વ્યવહારમાં સેના (Army) અને વાયુસેનાની સંકલિત લડાઇ ક્ષમતા દર્શાવવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More