Home> India
Advertisement
Prev
Next

Zee sammelan 2022: મારા 5 ગીત કાયદો બની ગયા, ગંગા પર ગાયું તો નમામિ ગંગે મંત્રાલય બન્યું- મનોજ તિવારી

Zee sammelan 2022: મનોજ તિવારીએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હીવાસીઓને કહેતા હતા કે 5 વર્ષ આપો બધા યમુનામાં ડૂબકી મારશે. પરંતુ એક દિવસ જ્યારે તેઓ મને મળ્યા તો મેં તેમને કહ્યું કે, હવે આપણે યમુનામાં ડૂબકી લગાવશું. તો તેમણે કહ્યું કે શું મજાક કરો છો. ત્યારે મને લાગ્યું કે આ તો મારાથી પણ મોટા એક્ટર છે.

Zee sammelan 2022: મારા 5 ગીત કાયદો બની ગયા, ગંગા પર ગાયું તો નમામિ ગંગે મંત્રાલય બન્યું- મનોજ તિવારી

Zee sammelan 2022: બીજેપી સાંસદ મનોજ તિવારીએ ઝી ન્યુઝના ખાસ કાર્યક્રમ ઝી સન્મેલનમાં હાજરી આપી. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલ મારા કરતા વધુ સારા એક્ટર છે. મનોજ તિવારીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીવાસીઓને કહેતા હતા કે 5 વર્ષ આપો બધા યમુનામાં ડુબકી મારશે. પરંતુ એક દિવસ જ્યારે તેઓ મને મળ્યા તો મેં કહ્યું કે, હવે આપણે યમુનામાં ડૂબકી લગાવશું. તો તેમણે કહ્યું કે, શું મજાક કરો છો. ત્યારે મને લાગ્યું કે આ તો મારાથી પણ મોટા એક્ટર છે. તેમની એક્ટિંગના ખૂબ જ ખરાબ પરિણામો જોવા મળી રહ્યા છે.

શું દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલની એક્ટિંગના ષડયંત્રમાં ફસાઈ ગઈ છે? આ સવાલ પર તિવારીએ કહ્યું, હું તાજેતરમાં દિલ્હીના કિરાડીમાં એક હોસ્પિટલનું નિરીક્ષણ કરવા ગયો હતો, જેના વિશે મેં કહ્યું કે 498 બેડની હોસ્પિટલ છે અને તેમાં કોવિડ દરમિયાન લોકોની ઘણી સારવાર કરવામાં આવી. 100 કરોડનો ખર્ચ પણ ત્યાંથી લેવામાં આવ્યો. તેથી અમે વિચાર્યું કે ચલો જોઇએ કે 1256 કરોડની હોસ્પિટલ કેવી છે. જ્યારે અમે ત્યાં ગયા તો જોયું કે જમીન પર કંઈ છે જ નહીં.

ક્યાં સુધીમાં કોંગ્રેસ પસંદ કરશે તેમના નવા અધ્યક્ષ? અભિષેક મનુ સિંઘવીએ આપ્યો જવાબ

તિવારીએ દિલ્હીના સીએમ પર નિશાન સાધતા કહ્યું કે, કેજરીવાલ દિલ્હીવાસીઓને કહેતા હતા કે કોઈપણ વીડિયો મળે, અમને મોકલો અમે કાર્યવાહી કરશું. હવે અમે કહી રહ્યા છે કે કિરાડી મામલે તપાસ કરાવો તો ઇનકાર કરી રહ્યા છે. તેમના અલબેલા અંદાજમાં તિવારીએ કાર્યક્રમ દરમિયાન ગીત પણ ગાયું. તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગાયેલા 5 ગીતો કાયદો બની ગયા. 1996 માં મેં ગંગા મૈયા પર એક ગીત ગાયું હતું તો નમામિ ગંગે મંત્રાલય બની ગયું. મેં લાલ લાઈટ વિરૂધ ગીત ગાયું હતું. મોદી સરકાર આવી તો લાલ લાઈટ હટાવી દેવામાં આવી.

બીજેપી સાંસદે કહ્યું, મને એવું લાગે છે કે, 2014 બાદ હું દેશનો પીએમ બની ગયો છું. હું જે જે વિચારી રહ્યો છું તે કામ થઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મનોજ તિવારીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને ફસાવવાનું કોંગ્રેસે ષડયંત્ર રચ્યું. ગોધરા કાંડ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. પીએમ મોદીને આજે દુનિયા જાણી રહી છે. શું અરવિંદ કેજરીવાલના ફ્રીના રાજકારણથી બીજેપીને ડર લાગી રહ્યો છે? તેના જવાબરમાં તિવારીએ કહ્યું કે, 2015 ની ચૂંટણીમાં વિધાનસભામાં તેમને 67 બેઠક મળી હતી પરંતુ અઢી વર્ષ બાદ લોકસભા ચૂંટણીમાં એક બેઠક પણ મળી નહીં. અરવિંદ કેજરીવાલ દિલ્હીની પસંદ નથી. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે અમે 6 મહિનામાં હોસ્પિટલ બનાવી દઇશું. અમે 10 મહિના બાદ ત્યાં ગયા તો કઈ મળ્યું નહીં. તેનો અર્થ એ નથી કે બીજેપી તેમને કામ કરવાથી રોકી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More