Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા મામલે સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખી તમામ પોલીસ તંત્રના અધિકારીઓની રજાઓ રદ કરી છે. યોગી સરકારે 30 નવેમ્બર સુધી તમામ અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી હતી

અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા મામલે સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખી તમામ પોલીસ તંત્રના અધિકારીઓની રજાઓ રદ કરી છે. યોગી સરકારે 30 નવેમ્બર સુધી તમામ અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. યૂપી સરકારે ફિલ્ડમાં તહેનાત તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યોગી સરકારે આદેશમાં તમામ અધિકારીઓને મુખ્ય મથકે જ રહેવાની સૂચના આપવામાં આવી છે. જણાવી દઇએ કે, અયોધ્યા મામલના નિર્ણયને ધ્યાનમાં રાખી યોગી સરકારે પહેલા જ અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી દીધી હતી.

આ પણ વાંચો:- Ayodhya Ram Mandir Live: રામ મંદિર મામલે મુસ્લિમ અભિનેતાએ એવું કર્યું ટ્વિટ કે ચોમેરથી થઇ રહી છે વાહવાહી

સુપીમ કોર્ટમાં અયોધ્યા મામલેની સુનાવણી આખરી તબક્કામાં ચાલી રહી છે. આજે સુનાવણીનો છેલ્લો દિવસ છે. સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયથી પહેલા ઉત્તર પ્રદેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી યોગી સરકારે તૈયારીઓ કરી લીધી છે. યોગી સરકારે ફિલ્ડમાં તહેનાત તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. આ સાથે જ અયોધ્યામાં પોલીસ, અર્ધસૈનિક દળ અને નેવીને તહેનાત કરી દીધી છે.

આ પણ વાંચો:- પી ચિદંબરમને મોટો આંચકો, તિહાડ જેલમાં 2 કલાકની પૂછપરછ બાદ ED એ પણ કરી ધરપકડ

તે જ સમયે, અયોધ્યામાં દીવાળી પર પ્રસ્તાવિત દીપોત્સવ કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી છે. આ વખતે દીપોત્સવમાં પાંચ લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે. યુપી સરકારના મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ ગૃહ અને ડીજીપી સોમવારે તૈયારીઓની ચકાસણી કરવા અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યાના ચુકાદા અને દીપોત્સવને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએસીની સાથે 3 ઝોનમાંથી પોલીસ દળની માગણી મોકલી દેવાઈ છે. તહેવારની સુરક્ષા માટે 7 વધારાના એસપી, 20 સીઓ, 20 નિરીક્ષકો, 70 સબ ઇન્સપેક્ટર, 500 સૈનિકો અને 7 કંપની પીએસી તહેનાત કરવામાં આવશે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More