Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી સમયે પીળી સાડીવાળી મહિલા અધિકારી યાદ છે? હવે યુવતીના ડાન્સ VIDEOએ મચાવી ધમાલ 

લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી પહેલી મહિલા અધિકારી યાદ છે? પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં.

ચૂંટણી સમયે પીળી સાડીવાળી મહિલા અધિકારી યાદ છે? હવે યુવતીના ડાન્સ VIDEOએ મચાવી ધમાલ 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી પહેલી મહિલા અધિકારી યાદ છે? પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. એકવાર ફરીથી આ પીળી સાડીવાળી મહિલા અધિકારી ચર્ચામાં છે. આ વખતે તેમણે પીળી નહીં પરંતુ લીલી સાડી પહેરી છે અને હરિયાણવી ગીત પર ખુબ ઠુમકા લગાવ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો. લોકોએ ફેસબુક અને ટિક ટોક પર તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ચૂંટણી બાદ તેમના ટિક ટોક પર અનેક વીડિયો વાઈરલ થયાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી ગીત પર ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

જુઓ VIDEO

સપના ચૌધરીના પ્રખ્યાત ગીત તેરી આખ્યા કા કાજલ ગીત પર તેમણે ઠુમકા લગાવ્યાં છે. આ વાઈરલ વીડિયોમાં તેમણે ડાર્ક લીલા રંગની સાડી પહેરી છે. સપના ચૌધરીની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં છે. આ વીડિયો  કોઈ લગ્ન સમારોહનો હોય  તેવું લાગે છે. વીડિયોને અત્યાર સુધીમાં 38 હજાર વ્યુઝ મળી ગયા છે. આ અગાઉ પણ રીનાએ યુટ્યુબ પર ડાન્સ વીડિયો અપલોડ  કર્યો હતો જે ખુબ વાઈરલ થયો હતો.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More