Home> India
Advertisement
Prev
Next

શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ, સાંસદોને હાજર રહેવા આદેશ, PMએ અર્પી શ્રદ્ધાંજલી

દિલ્હી પહોંચ્યા શહીદોના શબ, રાજનાથ અને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલી અર્પી

શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ, સાંસદોને હાજર રહેવા આદેશ, PMએ અર્પી શ્રદ્ધાંજલી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હૂમલામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોનાં પાર્થિવ દેહને લઇને સેનાનું વિમાન  દિલ્હી પાલમ એરપોર્ટ ખાતે પહોંચી ચુક્યું છે. વાયુસેનાનું સી-17 વિમાન પાર્થિવ શરીર લઇને પહોંચ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાલમ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. 

પાલમ એરપોર્ટ ખાતે પહોંચીને વડાપ્રધાન મોદીએ આ આતંકવાદી હૂમલામાં શહીદ થયેલા જવાનોને પોતાની શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. સેનાનાં અધિકારીઓ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શહીદ જવાનોને પોતાની શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. 
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાલમ એપોર્ટ પહોંચીને શહીદોને પોતાની શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. એનએસએ અજીત ડોભાલે પણ જવાનોને શ્રદ્ધા સુમન અર્પીત કર્યા હતા. જમ્મુ કાશ્મીરનાં પુલવામાં શહીદ થયેલા જવાનોનાં પાર્થિવ શરીર દિલ્હી પહોંચી ચુક્યા છે. શહીદોને પાર્થીવ દેહ તેમનાં રાજ્યોમાં તેમનાં ગામ અને શહેર ખાતે મોકલવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પાલમ એપોર્ટ પર પહોંચીને આ જવાનોને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. આ અગાઉ તેમણે ભાજપનાં તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા હતા કે  તેઓ પોત પોતાનાં રાજ્યમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે ત્યાં હાજર રહે. 

 

રાહુલ ગાંધીએ ગણાવી ભયાનક દુર્ઘટના
રાહુલે કહ્યું કે, આ ખુબ જ ભયાવહ દુર્ઘટના છે. આતંકવાદીઓનો ઇરાદો આપણા દેશને તોડવાનો અને વહેંચવાનો છે પરંતુ હું તે સ્પષ્ટતા કરવા માંગીશ કે આ દેશને કોઇ પણ શક્તિ તોડી શકે નહી, કે વહેંચી પણ શકશે નહી. કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર વિપક્ષ પોતાનાં સુરક્ષાદળો અને સરકાર સાથે ખભે ખભો મિલાવીને ઉભો છે. 

સુરક્ષા અધિકારીઓનાં અનુસાર જ્યારે પાર્થિવ શરીર લાવવામાં આવ્યા તો તે સમયે પાલમ ટેક્નીકલ ક્ષેત્રમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને સીઆરપીએફનાં વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હવાઇ મથક પર સીઆરપીએફનાં જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે પહોંચ્યા હતા. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More