Home> India
Advertisement
Prev
Next

યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર, દુનિયાએ જોઈ ભારતના પ્રધાનમંત્રીની દરિયાદિલી

યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાનની એક યુવતીએ ભારતીય દૂતાવાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર મન્યો છે. કપરા સમયમાં સાથ આપવા બદલ માન્યો આભાર. ભારતીય અધિકારીઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલી છોકરીને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી છે. પાકિસ્તાન ભલે ભારત વિશે નફરત ફેલાવવાનું ચાલુ રાખે પરંતુ ભારત મુશ્કેલીના સમયમાં પાકિસ્તાન અને તેના નાગરિકોની મદદ કરવામાં પાછું પડતું નથી.

યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર, દુનિયાએ જોઈ ભારતના પ્રધાનમંત્રીની દરિયાદિલી

નવી દિલ્લીઃ યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાનની એક યુવતીએ ભારતીય દૂતાવાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર મન્યો છે. કપરા સમયમાં સાથ આપવા બદલ માન્યો આભાર. ભારતીય અધિકારીઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલી છોકરીને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી છે. પાકિસ્તાન ભલે ભારત વિશે નફરત ફેલાવવાનું ચાલુ રાખે પરંતુ ભારત મુશ્કેલીના સમયમાં પાકિસ્તાન અને તેના નાગરિકોની મદદ કરવામાં પાછું પડતું નથી. આવું જ કંઈક યુક્રેનમાં જોવા મળ્યું, જ્યારે કિવમાં ભારતીય દૂતાવાસે એક પાકિસ્તાની યુવતીને યુક્રેનથી સુરક્ષીત બહાર કાઢવામાં મદદ કરી. આ પાકિસ્તાની યુવતીએ પોતે જ વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે.વીડિયો બનાવવા બદલ આભાર-
વીડિયોમાં યુવતી કહે છે કે, 'મારું નામ અસમા શફીક છે અને હું પાકિસ્તાનની છું. હું કિવના ભારતીય દૂતાવાસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માંગુ છું. તેમને મને અહીંથી બહાર નીકાળવામાં મદદ કરી. ભારતીય દૂતાવાસે અસમાને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને પશ્ચિમ યુક્રેન મોકલવાની વ્યવસ્થા કરી જેથી ત્યાંથી તે પોતાના દેશ પરત ફરી શકે.
 

ભારતીય વિદ્યાર્થીએ પણ મદદ કરી-
યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર ઓપરેશન ગંગા અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. આ પહેલા ભારતીય વિદ્યાર્થી અંકિત યાદવે પણ એક પાકિસ્તાની યુવતીની મદદ કરી હતી. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાં ફસાયેલો અંકિત પતે બચ્યો અને કિવમાં અભ્યાસ કરતી પાકિસ્તાની વિદ્યાર્થીનીને રોમાનિયાની સરહદ સુધી પહોંચવામાં મદદ કરી હતી. જ્યાંથી તેને પાકિસ્તાન લઈ જવામાં આવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More