Home> India
Advertisement
Prev
Next

ફિટકાર છે આ માતાને, 2 દિવસની માસૂમ બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી, જુઓ VIDEO

માસૂમ બાળક બોલી ના શકે પરંતુ એક માતા જ્યારે પેટથી જણ્યા બાળકની સાથે આવું ક્રુર વર્તન કરે ત્યારે બાળક કોને કહે? એમાં પણ એક નવજાત બાળક તો બિચારું શું બોલી શકે. એક મહિલા બે દિવસની નવજાત બાળકીને એક ગલીના મકાન બહાર લાવારિસ હાલતમાં મૂકીને કારમાં ફરાર થઈ ગઈ.

ફિટકાર છે આ માતાને, 2 દિવસની માસૂમ બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી, જુઓ VIDEO

નવી દિલ્હી/મુઝફ્ફરનગર: માસૂમ બાળક બોલી ના શકે પરંતુ એક માતા જ્યારે પેટથી જણ્યા બાળકની સાથે આવું ક્રુર વર્તન કરે ત્યારે બાળક કોને કહે? એમાં પણ એક નવજાત બાળક તો બિચારું શું બોલી શકે. એક મહિલા બે દિવસની નવજાત બાળકીને એક ગલીના મકાન બહાર લાવારિસ હાલતમાં મૂકીને કારમાં ફરાર થઈ ગઈ. આ સમગ્ર ઘટના અન્ય એક મકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બાળકીએ જોર જોરથી રડવાનું શરૂ કર્યું તો સ્થાનિક લોકોની જાણમાં આવ્યું અને બાળકીને ઉઠાવીને તેની સૂચના પોલીસને કરી. પોલીસે બાળકીને જિલ્લા ચિકિત્સાલયમાં ભરતી કરાવ્યું અને સીસીટીવી ફૂટેજના આધારે ગાડી અને મહિલાની તલાશ શરૂ કરી દીધી છે.

કપડામાં લપેટાયેલી નવજાત બાળકી તડપી રહી હતી
મળતી માહિતી મુજબ આ ઘટના બુધવાર (6 જૂન)ની સવારના 8 વાગ્યાની છે. મામલો નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોહલ્લા ખાલાપારની ગુલ્લરવાળી ગલીનો છે. અહીં એક મકાનની સીડીઓ પાસે સેન્ટ્રો ગાડી થોભી અને ગાડીની આગળની સીટ પર બેઠેલી મહિલા કાચમાંથી અડધી બહાર નીકળી અને કપડામાં લપેટાયેલી બાળકીને સીડીઓ પર છોડીને કારમાં પાછી બેસીને ફરાર થઈ ગઈ.

સીસીટીવીમાં કેદ થઈ વારદાત
આ સમગ્ર ઘટના ગલીના એક મકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બાળકીએ જ્યારે જોર જોરથી રડવાનું શરૂ કર્યું તો સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું. બાળકીને ઉઠાવીને પોલીસને જાણ કરી. પોલીસે હાલ બાળકીને જિલ્લા ચિકિત્સાલયમાં દાખલ કરાવી. બાળકીની સારવાર ચાલુ છે.

પ્રી મેચ્યોર બેબી છે ત્યજી દેવાયેલી માસૂમ બાળકી
ડોક્ટરોના જણાવ્યાં મુજબ નવજાત બાળકી અધૂરા મહિને જન્મેલી છે. નવજાત બાળકીનું વજન 1.80  કિલો છે. બાળકી નબળી છે આથી તેને આઈસીયુમાં રાખવામાં આવી છે. બાળકીની સ્થિતિ હજુ સંપૂર્ણ રીતે સારી નથી. ચીફ મેડિકલ ઓફિસર પીએમ મિશ્રાના જણાવ્યાં મુજબ બાળકીને દત્તક લેવા માટે અનેક લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંબંધે કાયદાકીય પ્રક્રિયા અપનાવવાનું કહેવાયું છે.

હરિયાણાની નંબરપ્લેટવાળી હતી કાર
ફૂટેજ મુજબ સેન્ટ્રો કાર હરિયાણાની નંબર પ્લેટ ધરાવતી હતી. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગાડીને પણ ટ્રેસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ જલદી પકડાઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More