Home> India
Advertisement
Prev
Next

વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત, જાણો હવે આગળ શું થશે....

વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપવામાં પાકિસ્તાને દરેક પ્રકારની અવળચંડાઈ કરી લીધી, તેણે ભારતને સોંપવાનો સમય પણ બે વખત બદલ્યો અને આખરે રાત્રે 9.20 કલાકે ભારતના વીર વિંગ કમાન્ડર અભિનંદને ભારતની ભૂમિ પર પગ મુક્યો હતો, પાકિસ્તાનના દાંત ખાટા કરીને માત્ર 60 કલાકમાં જ સ્વદેશ વાપસી કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વાઘા-અટારી બોર્ડર પર પણ 56ની છાતી ફુલાવીને જ ઊભો હતો 

વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત, જાણો હવે આગળ શું થશે....

અટારી-વાઘા(પંજાબ): ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે પાકિસ્તાનથી સ્વદેશ પરત આવી ગયા છે. બે દિવસ પહેલા તેનું મિગ-21 વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યા બાદ પાકિસ્તાની સેનાએ તેને કબ્જામાં લઈ લીધો હતો. 

બ્લ્યૂ બ્લેઝર અને ગ્રે ટ્રાઉઝરમાં વિંગ કમાન્ડર અભિનંદને અટારી-વાઘા બોર્ડર 9.20 કલાકે ક્રોસ કરીને ભારતની ભૂમિ પર પગ મુક્યો હતો. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જરૂરી કાગળી કાર્યવાહી કર્યા બાદ ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સને અભિનંદન સોંપવામાં આવ્યો હતો. અભિનંદનની સાથે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના એક અધિકારી અને ભારતીય ડિફેન્સ એટેચ ગ્રૂપના કેપ્ટન જોય થોમસ કુરિયન હતા. 

અભિનંદનની પાકિસ્તાન દ્વારા મુક્તિ કરાયા અંગેની જાહેરાત કરતા એર વાઈસ માર્શલ આર.જી.કે. કપૂરે જમાવ્યું કે, "વાયુસેનાની નિયત કરેલી પ્રક્રિયા મુજબ વિંગ કમાન્ડર અભિનંદનને વિસ્તૃત મેડિકલ ચેક-અપ માટે વાયુસેનાની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાશે. જેનું કારણ એ છે કે, પાઈલટ જ્યારે વિમાનમાંથી કૂદકો મારે છે ત્યારે તેને એક જબરદસ્ત ધક્કો લાગતો હોય છે અને આકાશમાંથી જમીન પર નીચે ઉતરતા સમયે તેનું સમગ્ર શરીર 'જબરદસ્ત ખેંચાણ'નો અનુભવ કરતું હોય છે."

દુશ્મનની કેદમાં 54 કલાકઃ વાંચો અભિનંદનની વીરતા અને વતન વાપસીની કહાની

અટારી-વાઘા બોર્ડર પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું કે, "અભિનંદનને સકુશળ ભારતને સોંપી દેવાયો છે. વાયુસેના માટે આ અત્યંત ખુશીની પળ છે. અમે તેનું સ્વદેશમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય વાયુસેનાની નિયત કરેલી પ્રક્રિયા મુજબ હવે અભિનંદનને વિસ્તૃત મેડકલ ચેક-અપ માટે લઈ જવાશે."

fallbacks

અટારી-વાઘા બોર્ડર પર રહેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ પાસેથી કબ્જો લઈને ભારતીય વાયુસેનાના અધિકારીઓ વિંગ કમાન્ડર અભિનંદનને સડક માર્ગે અમૃતસર લઈ ગયા હતા. અહીંથી તેને વિમાનમાર્ગે નવી દિલ્હી લાવવામાં આવશે, જ્યાં તેનો સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાશે. 

1965, 1971, 1999 યુદ્ધ : પાક. સેનાના કબ્જામાં રહી ચૂકેલા 3 પાઈલટની સ્ટોરી

અટારી-વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરવા માટે હજારોની સંખ્યામાં ભારતીય નાગરિકો બપોરથી જ પહોંચી ગયા હતા. તેઓ ભારતીય તિરંગો હવામાં લહેરાવી રહ્યા હતા અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા હતા. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા અગાઉ વિંગ કમાન્ડર અભિનંદનને બપોરે સોંપી દેવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ પાકિસ્તાને તેને સોંપવાનો બે વખત સમય બદલ્યો હતો. 

fallbacks

અટારી-વાઘા બોર્ડર પર હાજર રહેલા અમૃતસરના ડેપ્યુટી કમિશનર શિવદુલાર સિંઘ ધિલ્લોંએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "પાકિસ્તાની સત્તાધીશો વિંગ કમાન્ડર અભિનંદનને લઈને આવ્યા હતા. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ તેનો કબ્જો લીધો છે. એર વાઈસ માર્શળ આર.જી.કે. કપૂર અભિનંદનની સાથે છે." 

"અભિનંદન" 60 કલાક બાદ ઘરવાપસી, શું બોલ્યા વડાપ્રધાન મોદી ?

તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારતીય ધરતી પર પગ મુકવાની સાથે જ અભિનંદનના ચહેરા પર એક તરવરાટ આવી ગયો હતો અને ખુશીની લહેર દોડી ગઈ હતી." મોડું થવા અંગે ધિલ્લોંએ જણાવ્યું કે, "મૂળ કારણ તો ખબર નથી, પરંતુ ઈસ્લામાબાદથી અટારી-વાઘા બોર્ડર સુધીનો સડકનો રસ્તો ઘણો જ લાંબો છે, તેના કારણે મોડું થયું હોઈ શકે છે. જોકે, તેના સ્વદેશ આવી જવાના કારણે આપણે સૌ ખુશ છીએ."

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More