Home> India
Advertisement
Prev
Next

CWC ની બેઠકમાં રાજીનામું આપશે પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધી? સુરજેવાલાએ ઉકેલ્યો કોયડો

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આકરી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક રવિવારે યોજાશે જેમાં હારના કારણોની સમીક્ષા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે 4 વાગે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. 

CWC ની બેઠકમાં રાજીનામું આપશે પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધી? સુરજેવાલાએ ઉકેલ્યો કોયડો

નવી દિલ્હી: તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આકરી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક રવિવારે યોજાશે જેમાં હારના કારણોની સમીક્ષા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે 4 વાગે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. 

આ દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ટોચના નેતાઓના રાજીનામાના સમાચાર ખોટા છે. તમને જણાવી દઇએ કે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી રાજીનામું આપી શકે છે. 

ટ્વીટ કરી કહી આ વાત
સુરજેવાલાએ કહ્યું કે અજ્ઞાત સ્ત્રોતોના આધાર પર ચલાવવામાં આવેલા રાજીનામાના સમાચાર સંપૂર્ણપણે અયોગ્ય અને ખોટા છે. 

હાર બાદ હશે મંથન
તમને જણાવી દઇએ કે કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારક એકમ સીડબલ્યૂની બેઠક એવા સમયમાં થવાની છે જ્યારે કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવી દીધી અને ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હોવા અને મણિપુરમાં પણ તેને આકરી હારનો સામનો કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More