Home> India
Advertisement
Prev
Next

ડિવૉર્સ બાદ મહિલાઓએ પણ પતિને ચૂકવવા પડે છે રૂપિયા, પતિને વળતરનો ગજબનો કિસ્સો

Mumbai Couple Divorce Case : ડિવોર્સ કેસ ફાઈલ કરનારા અનેક દંપતીને તેના નિયમોની ખબર હોતી નથી... ત્યારે પતિને વળતરનો આ કિસ્સો ગજબનો છે 

ડિવૉર્સ બાદ મહિલાઓએ પણ પતિને ચૂકવવા પડે છે રૂપિયા, પતિને વળતરનો ગજબનો કિસ્સો

Mumbai News : હાલમાં જ મુંબઇમાં એક કપલના ડિવોર્સ થયા. તેના લગ્નને 25 વર્ષ થયા હતા. પરંતુ આ ડિવોર્સ કેસનો રસપ્રદ ચુકાદો આવ્યો છે. આ કેસમાં પત્નીએ તેના પતિને 10 કરોડનું વળતર ચુકવવું પડ્યું. સામાન્ય રીતે છૂટાછેડાના કેસમાં પતિએ પત્નીને પૈસા ચુકવવા પડે છે. પરંતુ આ કેસમાં ઉલટું થયું. તો તમને પણ જણાવી દઇએ કે, ડિવોર્સ અંગે કાયદા કાનૂનમાં શું જોગવાઇ છે. 

હિન્દુ લગ્ન અધિનિયમની કલમ - 9 રેસ્ટીટ્યૂશન ઑફ કૉન્જુગલ રાઇટ્સ એટલે કે, દાંપત્ય અધિકારોની પુનર્સ્થાપના વિશે જણાવે છે. જ્યારે કોઇ પતિ-પત્ની ચોક્કસ કારણથી અલગ થાય છે ત્યારે કોઇપણ પક્ષ કોર્ટમાં જઇને બીજા પક્ષ સાથે રહેવાની વાત કરી શકે છે. જો કોર્ટનો આદેશ માનવામાં ન આવે તો બન્ને પક્ષમાંથી કોઇપણ એક ડિવોર્સની માંગ કરી શકે છે. જો કે, બન્નેની સહમતિથી ડિવોર્સ થતા હોય તો કોઇ સમસ્યા ઉભી થતી નથી. 

ચૂંટણી ક્યાંથી લડશો? એવું પૂછતા લલિત કગથરાએ આપ્યો રમૂજી જવાબ

ની સામે હિન્દુ મેરેજ એક્ટની કલમ 25માં મેઈન્ટેનસ અને વળતરની પણ જોગવાઇ છે. જેમાં પતિ અને પત્ની બન્નેને અધિકાર છે. જો કે, તેમાં કેટલીક શરત છે. તેની સામે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત થનારા લગ્નમાં માત્ર પત્ની પાસે જ મેન્ટેનસ અથવા તો વળતર માંગવાનો અધિકાર છે.

હવે મહત્વની વાત કરીએ તો, ડિવોર્સમાં પુરુષ પણ પોતાની પત્ની પાસેથી વળતર માંગી શકે છે. પણ તેના માટે શરત એ છે કે, પતિ પાસે કમાણીનું કોઇ સાધન નથી. આ ઉપરાંત પતિ ત્યારે પણ વળતરની માંગણી કરી શકે છે. જ્યારે તેની આવક પત્નીની આવકથી ઓછી હોય. જો કે, આ પ્રકારની ઘટના ઓછી જોવા મળે છે. કારણ કે, મોટાભાગના કેસમાં પતિ પોતાની પત્નીને વળતર ચૂકવતો હોય છે.

હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, નામ રોશન કર્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More