Home> India
Advertisement
Prev
Next

પતિ પત્ની ઓર વો: પ્રેમિકા સાથે હોટલના બંધ રૂમમાં રંગે હાથ પકડાયો પતિ, પછી...

ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.

પતિ પત્ની ઓર વો: પ્રેમિકા સાથે હોટલના બંધ રૂમમાં રંગે હાથ પકડાયો પતિ, પછી...

ઇન્દોર: ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

વધુમાં વાંચો: મહારાષ્ટ્રમાં સપા-બસપાનું ગઠબંધન, શું કોંગ્રેસ અને એનસીપીને થશે ચૂંટણીમાં મોટુ નુકસાન?

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.

વધુમાં વાંચો: બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું- નહી લડે લોકસભા ચૂંટણી

fallbacks

(પોલીસે રૂપેશની કરી ધરપકડ)

લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More