Home> India
Advertisement
Prev
Next

'Howdy Modi' માટે અમેરિકાના હ્યુસ્ટનની જ પસંદગી કેમ કરાઈ? ખુબ રસપ્રદ છે કારણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી)(Narendra Modi) સાત દિવસના અમેરિકાના પ્રવાસ અંતર્ગત શનિવારે હ્યુસ્ટન (Houston) પહોંચ્યા. અહીં આજે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50,000થી વધુ પ્રવાસી ભારતીયોને તેઓ સંબોધન કરશે.

'Howdy Modi' માટે અમેરિકાના હ્યુસ્ટનની જ પસંદગી કેમ કરાઈ? ખુબ રસપ્રદ છે કારણ 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી)(Narendra Modi) સાત દિવસના અમેરિકાના પ્રવાસ અંતર્ગત શનિવારે હ્યુસ્ટન (Houston) પહોંચ્યા. અહીં આજે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50,000થી વધુ પ્રવાસી ભારતીયોને તેઓ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે મંચ શેર કરશે. પહેલા જ દિવસે પીએમ મોદીની હાજરીમાં ભારત અને અમેરિકાની એનર્જી કંપનીઓ વચ્ચે LNGને લઈને મોટી ડીલ થઈ. પીએમ મોદીના આ કાર્યક્રમ માટે અમેરિકાના હ્યુસ્ટન શહેરની જ કેમ પસંદગી થઈ અને છેલ્લા કેટલાક સમયથી અનેક ઉતાર ચઢાવ આવવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ શાં માટે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે તે જાણવા જેવું છે. 

PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO

પીએમ મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનની જ કેમ પસંદગી કરી?
હાઉડી મોદી કાર્યક્રમ હ્યુસ્ટનમાં થઈ રહ્યો છે. તે ટેક્સાસનું એક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકી લોકો રહે છે. હ્યુસ્ટન ઉપરાંત ડલ્લાસ પણ ટેક્સાસની પ્રમુખ જગ્યા છે. બંને જગ્યાઓ ટોપ 10 શહેરમાં સામેલ છે. જ્યાં ભારતીય અમેરિકીઓની સંખ્યા ટોપ પર છે. 

હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના CEOs સાથે PM મોદીની બેઠક, પહેલા જ દિવસે થઈ મોટી ડીલ, MOU પર હસ્તાક્ષર થયા

#Houstonનું કેમ દુનિયામાં નામ છે?
1. હ્યુસ્ટન ઉર્જાની આંતરરાષ્ટ્રીય રાજધાની છે. 
2. અમેરિકામાં તેલ ઉત્પાદનનું તે સૌથી મોટું હબ છે. 
3. હ્યુસ્ટનમાં દુનિયાનું સૌથી મોટું મેડિકલ સેન્ટર છે
4. અમેરિકામાં ભારતીયો માટે હોટ સ્પોટ છે.
5. હ્યુસ્ટનમાં નાસાનું માનવ સ્પેસ ફ્લાઈટ પ્રોજેક્ટ કેન્દ્ર છે. 

VIDEO: અમેરિકામાં સિંધી સમાજનો PM મોદીને મદદનો પોકાર, સિંધને પાકિસ્તાનથી આઝાદ કરાવો

પહેલા પણ કરી ચૂક્યા છે આવા કાર્યક્રમ
પીએમ મોદી વિદેશમાં આ અગાઉ પણ આવા અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. અમેરિકાની જ વાત કરીએ તો તેઓ ન્યૂયોર્ક, સાન જોન્સ, અને વોશિંગ્ટન ડીસીમાં પણ આવી ઈવેન્ટમાં સામેલ થયા છે. મોદીના દરેક ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. જેની સીધી અસર ભારતીય રાજકારણ ઉપર પણ પડે છે. તેનાથી લોકોમાં સીધો સંદેશ જાય છે કે હવે વિદેશમાં ભારતની છબી વધુ સારી થઈ રહી છે. 

ઈવેન્ટથી ટ્રમ્પને પણ ફાયદો
અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવવાની છે. આ ઈવેન્ટથી ટ્રમ્પ ભારતીય મૂળના અમેરિકી લોકોને પોતાની તરફ કરવા માંગે છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોએ ટ્રમ્પને ટક્કર આપતા હિલેરી ક્લિન્ટનને મત આપ્યો હતો. આ વાત બાદમાં નેશનલ એશિયન અમેરિકન સર્વેમાં સામે આવી હતી. ટ્રમ્પના આ કાર્યક્રમમાં આવવાના નિર્ણયને તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ એ માનીને ચાલશે કે મોદીની સાથે ઊભા રહેવાથી ઈન્ડો-અમેરિકન લોકોનો સાથ તેમને મળી શકે છે. 

જુઓ LIVE TV

અમેરિકામાં ભારતીયોનો દબદબો
-લગભગ 30 લાખ ભારતીયોની વસ્તી
- લગભગ 15 લાખ ભારતીય મતદારો
- લગભગ 12.8 લાખ ગ્રીનકાર્ડ ધારકો
- 5 ભારતીય મૂળના સાંસદ
- 12% ભારતીય વૈજ્ઞાનિકો
- નાસામાં 36% ભારતીય વૈજ્ઞાનિકો
- 38% ભારતીય ડોક્ટરો
- માઈક્રોસોફ્ટમાં 34% ભારતીયો
- XEROXમાં 13% ભારતીયો
- આઈબીએમમાં 28% ભારતીયો
- ઈન્ટેલમાં 17% ભારતીયો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More