Home> India
Advertisement
Prev
Next

Jacqueline Fernandez નું શું છે તિહાડ જેલ સાથે કનેક્શન! ED એ 5 કલાક સુધી કરી પૂછપરછ

તિહાડ જેલની (Tihar Jail) અંદરથી થયેલી 200 કરોડથી વધુના ખંડણી કેસમાં તપાસ હવે બોલીવૂડ સુધી પહોંચી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) તેમની દિલ્હી ઓફિસમાં બોલાવી હતી અને લગભગ 5 કલાક તેની પૂછપરછ કરી હતી.

Jacqueline Fernandez નું શું છે તિહાડ જેલ સાથે કનેક્શન! ED એ 5 કલાક સુધી કરી પૂછપરછ

નવી દિલ્હી: તિહાડ જેલની (Tihar Jail) અંદરથી થયેલી 200 કરોડથી વધુના ખંડણી કેસમાં તપાસ હવે બોલીવૂડ સુધી પહોંચી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) તેમની દિલ્હી ઓફિસમાં બોલાવી હતી અને લગભગ 5 કલાક તેની પૂછપરછ કરી હતી.

200 કરોડની વસૂલાતનો કેસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખર કેસમાં (Sukesh Chandrashekhar Case) તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામે આવ્યું છે. તેથી જ ઇડીએ આ પૂછપરછ કરી છે. જોકે જેકલીનનું નામ આરોપી તરીકે અથવા પીડિત તરીકે રાખવામાં આવ્યું છે, ઇડીએ આ સંદર્ભમાં કોઈ માહિતી આપી નથી. ED ઉપરાંત તિહાડ જેલમાંથી 200 કરોડની વસૂલાતના કેસમાં PMLA ની તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો:- ગુજરાતી ફિલ્મ અભિનેત્રીનો Hot MMS થયો Leak, ઘરમાં એકલામાં જ જોજો; જાણો કોણ છે એક્ટ્રેસ?

કોણ છે સુકેશ ચંદ્રશેખર?
સુકેશ ચંદ્રશેખર એ જ વ્યક્તિ છે જેણે AIADMK ના ઉપપ્રમુખ ટીટીવી દિનાકરન પાસેથી 2 કરોડ રૂપિયામાં ચૂંટણી પ્રતીક મેળવવાનું વચન આપ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુકેશની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સુકેશે રેલીગેર કંપનીના પ્રમોટર માલવિંદર અને શિવિંદર સિંહની પત્નીઓ પાસેથી તિહાડ જેલની અંદરથી આશરે 200 કરોડની વસૂલાત કરી હતી. આ કેસમાં આરબીએલ બેંકના અધિકારીઓ સહિત તિહાર પ્રશાસનના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ED એ સુકેશની નજીકની સહયોગી લીના પોલની પણ પૂછપરછ કરી હતી. આ કેસમાં થોડા દિવસો પહેલા ઇડીએ ચેન્નઇમાં આવેલા બંગલા પર દરોડા પાડ્યા હતા, જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી હતી. દરોડા દરમિયાન કાર્યવાહી કરતા, ED એ 15 જેટલા વૈભવી વાહનો સાથે મોટી રોકડ રકમ પણ જપ્ત કરી હતી.

આ પણ વાંચો:- આ છે દેશની ટોપ પાંચ ધનિક મહિલા, જાણો કેટલી છે તેમની નેટવર્થ

સિંહ બંધુઓની પત્નીઓ સાથે છેતરપિંડી
તમને જણાવી દઈએ કે રેલીગેરના પ્રમોટર્સ માલવિંદર સિંહ અને શિવિંદર સિંહ ઓક્ટોબર 2019 થી તિહાડ જેલમાં બંધ છે. આ બંને પર રેલીગેર ફિનવેસ્ટ અને તેની મૂળ કંપની રેલીગેર એન્ટરપ્રાઇઝમાં 2397 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. દરમિયાન, સિંહ બંધુઓની પત્નીને એક વ્યક્તિએ તેના પતિને જામીન અપાવવાનું કહ્યું અને 200 કરોડથી વધુની છેતરપિંડી કરી. આ જ ફરિયાદ તેમણે હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં કરી છે. વિભાગે સિંહ બંધુઓની પત્ની સામે કાર્યવાહી કરીને બે એફઆઈઆર નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- દિલ્હીમાં ED ના અધિકારીઓએ ઘેરી જેકલીન ફર્નાન્ડીઝને, આ મામલે 5 કલાકથી કરી રહ્યા છે પૂછપરછ

ભૂત પોલીસને લઇને ચર્ચામાં જેકલીન
બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) છેલ્લા કેટલાક સમયથી તેની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસને (Bhoot Police) લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અર્જૂન કપૂર (Arjun Kapoor) લીડ રોલ પ્લે કરી રહ્યા છે અને યામી ગૌતમ (Yami Gautam) તેમજ જેકલીન ફર્નાન્ડીઝ આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More