Home> India
Advertisement
Prev
Next

Corona દર્દીઓ માટે Blood Clots કેમ બની રહ્યુ છે સમસ્યા? જાણો નિષ્ણાતોએ શું કહ્યું...

કોરોના વાયરસ (Coronavirus) માત્ર ફેફસાંની બીમારી નથી, જેમ કે અગાઉની માન્યતા હતી. પરંતુ તે ખતરનાક રીતે લોહીના ગંઠાવાનું (Blood Clot) કારણ બની શકે છે, જેને તરત જ દૂર કરવાની જરૂર પડશે

Corona દર્દીઓ માટે Blood Clots કેમ બની રહ્યુ છે સમસ્યા? જાણો નિષ્ણાતોએ શું કહ્યું...

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) માત્ર ફેફસાંની બીમારી નથી, જેમ કે અગાઉની માન્યતા હતી. પરંતુ તે ખતરનાક રીતે લોહીના ગંઠાવાનું (Blood Clot) કારણ બની શકે છે, જેને તરત જ દૂર કરવાની જરૂર પડશે. જેથી કેટલાક કિસ્સાઓમાં અંગોને બચાવી શકાય. નિષ્ણાંતોએ એમ કહ્યું છે.

બ્લ્ડ સેલ્સ સાથે પણ જોડાયેલું છે સંક્રમણ
વૈશ્વિક સ્તર પર કરવામાં આવેલા સંશોધન સૂચવે છે કે, હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓના 14 થી 28 ટકા દર્દીઓમાં લોહી ગંઠાવાની વાત સામે આવી છે. જેને ડીપ વેન થ્રોમ્બોસિસના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે બેથી પાંચ ટકા દર્દીઓમાં આર્ટેરિયલ થ્રોમ્બોસિસના કેસ સામે આવ્યા. નિષ્ણાતોએ જણાવ્યું કે સંક્રમણ ફેફસાની સાથે બ્લ્ડ સેલ્સથી પણ જોડાયેલું છે.

આ પણ વાંચો:- પત્નીએ PPE કિટ પહેરી કર્યો ધમાકેદાર ડાન્સ, જોતો રહી ગયો પતિ- જુઓ Video

સુગર પેશન્ટને વધારે થઈ રહી છે મુશ્કેલી
દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના (Sir Ganga Ram Hospital) એન્જીયોગ્રાફી સર્જન ડો.અંબરીશ સાત્વિકે (Ambarish Satwik) જણાવ્યું હતું કે, અમે દર અઠવાડિયે સરેરાશ પાંચથી છ આવા કેસ જોતા હોઈએ છીએ. આ અઠવાડિયે દરરોજ આ પ્રકારનો એક કેસ સામે આવે છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ દ્વારકાના આકાશ હેલ્થકેરમાં હાર્ટ વિભાગના ડો.અમરીશ કુમારે કહ્યું, કોવિડ-19 ના આવા દર્દીઓમાં બ્લડ ગંઠાઇ આવે છે, જેમાં ટાઇપ-2 ડાયાબિટીઝ મેલીટસ છે. જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:- Corona એ તોડ્યું લગ્નનું સ્વપ્ન: વરઘોડો લઈ જતા વરરાજા આવ્યો કોરોના પોઝિટિવ, વરઘોડિયાઓ પહોંચ્યા જેલ

ડોક્ટરે ટ્વિટર પર પોસ્ટ કરી હતી તસવીર
ઉલ્લેખનીય છે કે, DVT એ એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદર રહેલી ચેતામાં લોહી ગંઠાઈ જાય છે. આર્ટેરિયલ થ્રોમ્બોસિસ ધમનીઓમાં ગંઠાઈ જવા સાથે સંકળાયેલું છે. સાત્વિકે આ અઠવાડિયાની શરૂઆતમાં કોવિડ-19 ના લોહી ગંઠાઈ જવાના સંગઠન તરફ ધ્યાન દોરવા માટે ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કોવિડ-19 થી પીડાતા દર્દીના અંગની ધમનીમાં લોહીના ગંઠાઈ ગયાની એક તસવીર પોસ્ટ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More